<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th April 2025

કર્ણાટકમાં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરીને હત્યા કરનાર નરાધમ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો

હુબલીમાં 5 વર્ષની બાળકીના રેપિસ્ટ અને કિલર પકડમાંથી ભાગી જવાનો પ્રયાસ કરતાં પોલીસે ફાયરિંગ કરીને ઠાર કર્યો

કર્ણાટકમાં હુબલીમાં 5 વર્ષની બાળકીના રેપિસ્ટ અને કિલરને પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યો હતો. પકડમાંથી ભાગી જવાનો પ્રયાસ કરતાં પોલીસે તેને ફાયરિંગ કરીને ઠાર કર્યો હતો. માર્યા ગયેલા આરોપીનું નામ "નીતેશ કુમાર છે જે બિહારના પટણાના રહેવાશી છે. પોલીસ ટીમ તેને તેની ઓળખ મેળવવા માટે તેના રહેઠાણના સ્થળે લઈ જઈ રહી હતી ત્યારે તેણે ટીમ પર હુમલો કર્યો અને પોલીસને સ્વબચાવમાં ફાયરિંગ કરીને તેને ઠાર માર્યો હતો. સબ-ઇન્સ્પેક્ટર અન્નપૂર્ણાએ આરોપી પર બે રાઉન્ડ ગોળીબાર કર્યો, ત્યારબાદ તેણી અને પોલીસ ટીમે તેને ફરીથી પકડી લીધો.

   કેન્દ્રીય મંત્રી અને ધારવાડના સાંસદ પ્રહલાદ જોશીએ પત્રકારોને જણાવ્યું કે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. "તે પોલીસ દળ સામે વધુ હિંસક હતો અને તે સમયે કાર્યવાહી થઈ હતી. સરકારે તેમને સારી રકમનું વળતર આપવું જોઈએ જેથી તેઓ તેમના બીજા બાળક, જે દિવ્યાંગ છે, તેની સંભાળ રાખી શકે. નિતેશ કુમારે છોકરીનું અપહરણ કરીને તેના પર જાતીય હુમલો કર્યા પછી તેની હત્યા કર્યા પછી, મોટી સંખ્યામાં રહેવાસીઓ હુબલીના અશોક નગર પોલીસ સ્ટેશનની સામે ન્યાયની માંગણી સાથે એકઠા થયા હતા.પીડિતાનો પરિવાર કોપ્પલ જિલ્લાનો છે. તેની માતા ઘરકામ અને બ્યુટી પાર્લરમાં સહાયક તરીકે કામ કરે છે, જ્યારે તેના પિતા પેઇન્ટર તરીકે કામ કરતા હતા.

  માતાએ કામ પર ગઈ હતી ત્યારે બાળકીને સાથે લઈ ગઈ હતી અને ત્યાંથી એક અજાણ્યો શખ્સ તેને ઉપાડી ગયો હતો. તપાસ કરતાં બાળકી પતરાવાળા મકાનના બાથરુમમાંથી મળી આવ્યાં હતા અને તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી, પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું સાબિત થયું હતું.


 

(11:05 PM IST)