પુણેમાં રોડ વચ્ચે ત્રણ સાપનો પ્રેમાલાપ કે લડાઈ ?:જુઓ સોશ્યલ મીડિયામાં વાયરલ અદભુત વિડિઓ
ત્રણ સાપ પોતાને ફસાવતા જોવા મળે છે. જોઈને એવું લાગે છે કે જાણે એકબીજાના પ્રેમમાં પડી ગયા હોય

#पुणे : पुणे छावनी में एक दुर्लभ वीडियो सामने आया है, जिसमें एक पारंपरिक सर्पमणी के दृश्य को कैद किया गया है। #viral #viralvideo pic.twitter.com/AOCUAdNhy8
— UttarPradesh.ORG News (@WeUttarPradesh) April 10, 2025
પૂણેથી સામે આવેલો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાંત્રણ સાપ એકમેકમાં લપેટાયેલા નજર આવે છે. આ વીડિયો જોઇને સોશિયલ મીડિયા પર લોકો ડરી રહ્યાં છે જ્યારે તેને નરી આંખે જોનારાનું શું થયુ હશે.
રસ્તા પર સાપ દેખાય તો કોઈપણ વ્યક્તિ હોય ડરી જાય. લોકો પોતાનો જીવ બચાવવા માટે બાજુવાળાનો હાથ પકડી રાખે. પણ જો રસ્તા પર એક સાથે એક કે બે નહીં પણ ત્રણ સાપ દેખાય, તો કલ્પના કરો કે જે વ્યક્તિ તેને જોશે તેનું શું થશે? પુણે કેન્ટોનમેન્ટમાંથી પણ આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં ગરમીમાં બપોરે ત્રણ સાપ એકબીજાની આસપાસ ફસાયેલા જોવા મળ્યા હતા. આ દૃશ્ય જોઈને ત્યાંથી પસાર થતા લોકોના આત્મા ધ્રૂજી ઉઠ્યા. ગમે તે હોય, લોકો સપનામાં પણ સાપ જોઇને ડરી જાય છે અને અહીં તો સાચા આખો સામે એક સાથે ત્રણ ત્રણ સાપ હતા..
સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં ત્રણ સાપ પોતાને ફસાવતા જોવા મળે છે. તેમને જોઈને એવું લાગે છે કે જાણે તેઓ એકબીજાના પ્રેમમાં પડી ગયા હોય. આ વીડિયો દસ લાખથી વધુ લોકોએ જોયો છે અને આ વીડિયો પર જાતભાતની કમેન્ટ્સ પણ કરી રહ્યાં છે.
વાયરલ વીડિયોમાં રસ્તા પર ત્રણ સાપ દેખાય છે, જેમાંથી બે સાપ અચાનક એકબીજા સાથે લડવા લાગે છે. તેમની લડાઈમાં ત્રીજો સાપ પણ કૂદી પડે છે, અને ત્રણેય સાપ એકબીજામાં ફસાઈ જાય છે. લોકો આ થોડીક સેકન્ડના વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે
. ઘણીવાર આવા વીડિયો જોયા પછી એવું કહેવામાં આવે છે કે સાપ એકબીજાને પ્રેમ કરી રહ્યા છે. જોકે, આમાં કેટલી સત્યતા છે તે કહેવું મુશ્કેલ છે. બીજી એક પ્રચલિત વાર્તા એ છે કે સાપ એકબીજા સાથે લડે છે અને જે હારે છે તે તે વિસ્તાર છોડીને જાય છે. આ વાતની પણ ક્યાંય પુષ્ટિ થઈ નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
