<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

રૂ.૧૦,૦૦૦ ની SIPથી રૂ.૩.૧૮ કરોડનું ફંડ બન્‍યું : રોકાણકારો પર નાણાંનો વરસાદ

ક્‍વોન્‍ટ ELSS ટેક્‍સ સેવર ગ્રોથ ફંડ ૧૩ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ શરૂ કરવામાં આવ્‍યું હતું: તેની શરૂઆતથી આ યોજના દર વર્ષે લગભગ ૧૬ ટકા વળતર આપે છે

મુંબઇ, તા.૧૪: વૈશ્વિક બજારની સાથે, ભારતીય બજારમાં પણ ભારે ઉતારપ્રચઢાવ જોવા મળી રહ્યો છે. ભારતીય બજારમાં ઘટાડો ગયા વર્ષે સપ્‍ટેમ્‍બરના અંતથી શરૂ થયો હતો અને હજુ પણ ચાલુ છે. જોકે, ગયા સપ્તાહે શુક્રવારે બજારમાં સારો ઉછાળો જોવા મળ્‍યો હતો. બજારમાં આ સતત ઘટાડાને કારણે, મ્‍યુચ્‍યુઅલ ફંડ્‍સને પણ ભારે નુકસાન થયું છે. જોકે, જે લોકો લાંબા સમયથી મ્‍યુચ્‍યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યા છે, તેમના પોર્ટફોલિયો પર કોઈ ખાસ અસર થઈ નથી. આજે અમે તમને એક એવી મ્‍યુચ્‍યુઅલ ફંડ સ્‍કીમ વિશે જણાવીશું જેણે રોકાણકારો પર ઘણા પૈસા વરસાવ્‍યા છે. આ યોજનાએ રૂ.૧૦,૦૦૦ની SIP દ્વારા રૂ. ૩.૧૮ કરોડનું ભંડોળ ઊભું કર્યું.

ક્‍વોન્‍ટે આજથી બરાબર ૨૫ વર્ષ પહેલા ELSS ફંડ લોન્‍ચ કર્યા હતા. ક્‍વોન્‍ટ ELSS ટેક્‍સ સેવર ગ્રોથ ફંડ ૧૩ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ શરૂ કરવામાં આવ્‍યું હતું. તેની શરૂઆતથી, આ યોજના દર વર્ષે લગભગ ૧૬ ટકા વળતર આપે છે. જો આપણે આ રીતે જોઈએ તો, જો કોઈ વ્‍યક્‍તિએ તેની શરૂઆતથી જ ૧૦,૦૦૦ રૂપિયાની SIP શરૂ કરી હોત, તો આજે તેની પાસે કુલ ૩.૧૮ કરોડ રૂપિયાનું ભંડોળ હોત. તમને જણાવી દઈએ કે એપ્રિલ ૨૦૦૦ થી અત્‍યાર સુધીમાં કુલ ૧૦,૦૦૦ રૂપિયાનું રોકાણ ૧૪.૭૦ લાખ રૂપિયા છે.

તમને જણાવી દઈએ કે ક્‍વોન્‍ટ ELSS ટેક્‍સ સેવર ગ્રોથ ફંડમાં SIP માત્ર ૫૦૦ રૂપિયાથી શરૂ કરી શકાય છે. હાલમાં, આ ફંડમાં રોકાણ કરાયેલા ૮૪.૮૭ ટકા નાણાં લાર્જ કેપ કંપનીઓના શેરમાં, ૬.૮૯ ટકા સ્‍મોલ કેપ કંપનીઓમાં અને ૫.૯૪ ટકા મિડ કેપ કંપનીઓમાં રોકાણ કરવામાં આવી રહ્યા છે. ELSS એ એક ખાસ પ્રકારની મ્‍યુચ્‍યુઅલ ફંડ શ્રેણી છે. તેનું પૂરું નામ ઇક્‍વિટી લિંક્‍ડ સેવિંગ્‍સ સ્‍કીમ છે. ELSS મ્‍યુચ્‍યુઅલ ફંડ યોજનાઓ ૩ વર્ષના લોકપ્રઇન સમયગાળા સાથે આવે છે. ELSS યોજનામાં રોકાણ કરનારા લોકોને પણ કર મુક્‍તિ મળે છે

(10:28 AM IST)