હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
AIADMK ના સમર્થનથી રાજ્યસભામાં NDAની તાકાત વધી ગઠબંધને રાજ્યસભામાં નામાંકિત સભ્યો વિના બહુમતીનો આંકડાઓ પાર કરી લીધો છે.
ચાર AIADMK સાંસદોનું સમર્થન મળવાથી સંખ્યા વધીને ૧૨૩ થશે. હવે જ્યારે, જ્યારે ગળહ પૂર્ણ સભ્ય સંખ્યા એટલે કે ૨૪૫ સુધી પહોંચે છે ત્યારે પણ ફઝખ્ પાસે બહુમતી રહેશે

નવી દિલ્હી તા.૧૪: તમિલનાડુ અને પુડુચેરીમાં પકડ ધરાવતી ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK)એ ભારતીય જનતા પાર્ટી ના નેતળત્વ હેઠળના ગઠબંધન નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ(NDA)માં જોડવાનો નિર્ણય જાહેર કર્યો હતો, આ સાથે જ રાજ્યસભાના ગણિતમાં ફેરફાર થયો છે. ગળહમાં NDAની તાકાત વધી છે. હવે ગઠબંધને રાજ્યસભામાં નામાંકિત સભ્યો વિના બહુમતીનો આંકડાઓ પાર કરી લીધો છે.
ભાજપ અને AIADMKના આ ગઠબંધનથી રાજ્યસભાના ગણિતમાં મોટો ફેરફાર થયો છે. ચાર AIADMK સાંસદોના સમર્થનથી NDA ની તાકાત વધુ વધી છે, જ્યારે વિપક્ષની સ્થિતિ નબળી પડી છે. રસપ્રદ વાત એ છે કે જ્યારે NDA સરકારે રાજ્યસભામાં વક્ફ સુધારા બિલ રજૂ કર્યું ત્યારે AIADMK એ બિલની વિરુદ્ધ મતદાન કર્યું હતું.
રાજ્યસભાનું ગણિત
હાલમાં રાજ્યસભામાં કુલ ૨૩૬ સભ્યો છે, જેમાંથી નવ બેઠકો ખાલી છે. રાજ્યસભામાં ભાજપની આગેવાની હેઠળના ગઠબંધન NDA પાસે ૧૧૯ સભ્યો છે, જેમાં હરિયાણાના અપક્ષ સાંસદ કાર્તિકેય શર્માનો પણ સમાવેશ થાય છે, જેમણે ભાજપના સમર્થનથી ચૂંટણી જીતી હતી. હવે, ચાર AIADMK સાંસદોનું સમર્થન મળવાથી સંખ્યા વધીને ૧૨૩ થશે. હવે જ્યારે, જ્યારે ગળહ પૂર્ણ સભ્ય સંખ્યા એટલે કે ૨૪૫ સુધી પહોંચે છે, ત્યારે પણ NDA પાસે બહુમતી રહેશે.
NDA પાસે છ નામાંકિત સભ્યોનું સમર્થન પણ છે, જેનાથી NDA પાસે સભ્યપદ ૧૨૯ થઈ જાય છે. નોંધનીય છે કે સામાન્ય રીતે તમામ નામાંકિત સભ્યો તેમને ગળહમાં મોકલનાર પક્ષની તરફેણમાં મતદાન કરે છે. હજુ ખાલી બેઠકો ભરાયા બાદ, આ સંખ્યા ૧૩૪ કે તેથી વધુ સુધી પહોંચી શકે છે.
રાજ્યસભામાં NDAના સભ્યોઃ
રાજ્યસભામાં ભાજપના ૯૮ સભ્યો છે, જેમાં બે નામાંકિત સભ્યોનો સમાવેશ થાય છે. જ્યારે NDA ના સાથી પક્ષોનામાં JD(U) ના ૪, NCP ના ૩, TDP ના ૨ અને શિવસેના, AGP, PMK, RLD, RLM, તમિલ મનીલા કોંગ્રેસ (મૂપનાર), NPP, JD(S), RPI (આઠવલે), UPPL અને MNF ના એક-એક સભ્યોનો સમાવેશ થાય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
