<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

આંધ્રપ્રદેશમાં ફટાકડાની ફૅક્‍ટરીમાં બ્‍લાસ્‍ટ, ૮ના ઘટના સ્‍થળે જ મોત અને અનેક ઘાયલ

વિસ્‍ફોટનો અવાજ એટલો જોરદાર હતો કે લોકોને ઘણા કિલોમીટર દૂર સુધી સાંભળ્‍યો હતો

વિસ્‍ફોટનો અવાજ એટલો જોરદાર હતો કે લોકોને ઘણા કિલોમીટર દૂર સુધી સાંભળ્‍યો હતોઅનાકાપલ્લે તા.૧૪: આંધ્ર પ્રદેશના અનાકાપલ્લે જિલ્લામાં એક ફટાકડાની ફૅક્‍ટરીમાં એક જોરદાર વિસ્‍ફોટ થયો હોવાની ઘટના બની છે. આ વિસ્‍ફોટનો અવાજ એટલો જોરદાર હતો કે લોકોને ઘણા કિલોમીટર દૂર સુધી સાંભળ્‍યો હતો. આ વિસ્‍ફોટમાં ફૅક્‍ટરીમાં કામ કરતા ૮ કામદારોના ઘટનાસ્‍થળે જ મોત થયા હતા, તો અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ સંદર્ભમાં માહિતી આપતાં અનાકાપલ્લેના પોલીસ અધિક્ષક તુહિન સિંહાએ ઘટનાની પુષ્ટિ કરી છે. આ મામલે વધુ માહિતીની હજી રાહ જોવાઈ રહી છે.

આંધ્ર પ્રદેશના મુખ્‍ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુએ અનાકાપલ્લે જિલ્લાના કોટાવુરુટલામાં ફટાકડા ઉત્‍પાદન ફૅક્‍ટરીમાં વિસ્‍ફોટને લીધે ૮ કામદારોના મોત થયા હોવા પર શોક વ્‍યક્‍ત કર્યો. મુખ્‍ય -ધાને ઘટના અંગે માહિતી મેળવવા માટે જિલ્લા કલેક્‍ટર, પોલીસ અધિક્ષક અને રાજ્‍યના ગળહ પ્રધાન અનિતા સાથે ફોન પર વાત કરી.

મુખ્‍ય પ્રધાને કહ્યું કે તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્‍યા છે કે ઘાયલોને શ્રેષ્ઠ શકય તબીબી સંભાળ મળે. તેમણે ખાતરી આપી કે સરકાર પીડિતોના પરિવારોને સપોર્ટ કરશે અને તેમને મજબૂત રહેવા વિનંતી કરી છે. તેમણે અધિકારીઓને ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા અને તેમને રિપોર્ટ સુપરત કરવાનો નિર્દેશ આપ્‍યો. અધિકારીઓએ મુખ્‍યમંત્રીને જણાવ્‍યું કે ઘાયલ થયેલા બે કામદારોની હાલત ગંભીર છે. (૩પ.પ)

(10:27 AM IST)