<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની વિધીઓ ૫૬

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

વિધિ- ૫૬,‘‘ભ્રાન્‍તિઓ છેતરે છે, રંગ સીમિત કરે છે, વિભાજય પણ અવિભાજય છે.''

આ એક દુર્લભ વિધિ છે જેનો પ્રયોગ ઘણો ઓછો થયો છે. પરંતુ ભારતના એક મહનતમ શિક્ષક શંકરાચાર્યે આ વિધિનો પ્રયોગ કર્યો છે. શંકરે તો પોતાનું આખું દર્શન જ આ વિધિના આધારે ખડુ કર્યુ.

તમે એમના માયાના દર્શનને જાણો છો શંકર કહે છે સર્વ કાંઇ માયા છે. તમે જે કાંઇ જુઓ છો, સાંભળો છો કે અનુભવ કરો છો તે બધું માયા છે. સત્‍ય નથી કારણ કે સત્‍યને ઇન્‍દ્રિયો વડે જાણી શકાતું નથી.

આ વિધિ કહે છેઃ સંસારને જુઓ એ સ્‍વપ્રવત છે, માયા છે. જેવું ભાસે છે તેવું નથી તે બસ ઇન્‍દ્રધનુષ જેવું છે. આ ભાવના ઉંડાણમાં ઉતરો અને તમે પોતાના કેન્‍દ્ર ઉપર ફેંકાઇ જશો અને પોતાના અંતસ ઉપર આવા સાથે તમે નિヘને, સત્‍યને, અસંદિગ્‍ધને, પરમને પ્રાપ્‍ત થઇ જાઓ છો.

 વિજ્ઞાન પરમ સુધી પહોંચી શકતું નથી, તે હંમેશા સાપેક્ષ રહે છે. ફકત ધર્મ પરમને પ્રાપ્‍ત કરી શકે છે. કારણ કે ધર્મ સ્‍વપ્‍નને નહી પરંતુ સ્‍વપ્રદર્શીને શોધે છે. દૃશ્‍યને નહી પણ દૃષ્‍ટાને શોધે છે.

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:32 AM IST)