<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

બેલ્‍જિયમથી સ્‍વિટ્‍ઝર્લેન્‍ડ ભાગવાનો હતો મેહુલ ચોકસીઃ હોસ્‍પિટલમાંથી ભાગેડુની ધરપકડ

બ્‍લડ કેન્‍સરથી પીડાઈ રહ્યો છે અને તેની સારવાર પણ ચાલી રહી છેઃ હાલમાં તેને બેલ્‍જિયમના ડિટેન્‍શન સેન્‍ટરમાં રાખવામાં આવ્‍યો છે ચોક્‍સીનું ભારત પ્રત્‍યાર્પણ ભારતીય તપાસ એજન્‍સીઓ માટે ખૂબ પડકારજનક રહેશે કારણ કે ઇન્‍ટરપોલે તેની રેડ કોર્નર નોટિસ પાછી ખેંચી લીધી છે

નવી દિલ્‍હી તા.૧૪:  પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના મુખ્‍ય આરોપી અને ભાગેડુ મેહુલ ચોક્‍સીની ધરપકડ કરવામાં આવી છે. તેની બેલ્‍જિયમની એક હોસ્‍પિટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તેને બેલ્‍જિયમના ડિટેન્‍શન સેન્‍ટરમાં રાખવામાં આવ્‍યો છે.

સૂત્રો કહે છે કે તે સમયે ચોક્‍સીની ધરપકડ કરવામાં આવી હતી. તે બેલ્‍જિયમથી સ્‍વિટ્‍ઝર્લેન્‍ડ જવાની યોજના બનાવી રહ્યો હતો. ચોક્‍સીની ધરપકડ ૨૦૧૮ અને ૨૦૨૧ માં મુંબઈની એક અદાલત દ્વારા જારી કરાયેલા બે બિન-જામીનપાત્ર વોરંટના આધારે કરવામાં આવી હતી.

ચોક્‍સીની ૧૨ એપ્રિલના રોજ ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રો કહે છે કે તેમની તબિયત સારી નથી. તે બ્‍લડ કેન્‍સરથી પીડાઈ રહ્યો છે અને તેની સારવાર પણ ચાલી રહી છે. ચોક્‍સીનું ભારત પ્રત્‍યાર્પણ ભારતીય તપાસ એજન્‍સીઓ માટે ખૂબ પડકારજનક રહેશે કારણ કે ઇન્‍ટરપોલે તેની રેડ કોર્નર નોટિસ પાછી ખેંચી લીધી છે.

ચોક્‍સી સ્‍વાસ્‍થ્‍યના કારણોસર જામીન માટે અરજી કરી શકે છે. અહેવાલ મુજબ, તે બેલ્‍જિયમની કોર્ટમાં એન્‍ટિગુઆમાં તેના અપહરણનો ઉલ્લેખ કરી શકે છે. હકીકતમાં, ચોક્‍સીએ આરોપ લગાવ્‍યો હતો કે ભારતીય તપાસ એજન્‍સીઓએ એન્‍ટિગુઆમાં તેનું અપહરણ કર્યું હતું.

મેહુલ ચોક્‍સી કરોડો રૂપિયાના પીએનબી કૌભાંડનો મુખ્‍ય આરોપી છે. આ કૌભાંડ ૧૩,૫૦૦ કરોડ રૂપિયાથી વધુનું છે. ચોક્‍સી ૨૦૧૮ થી એન્‍ટિગુઆમાં રહે છે. ચ્‍ઝ એ ચોક્‍સી વિરુદ્ધ ત્રણ ચાર્જશીટ દાખલ કરી છે. ૨૦૧૯ માં, ચ્‍ઝ એ બોમ્‍બે હાઈકોર્ટને કહ્યું હતું કે ચોક્‍સી ભાગેડુ અને ફરારઁ છે.

૨૦૧૮ માં પીએનબી કૌભાંડ પ્રકાશમાં આવ્‍યા બાદ ચોક્‍સી ભારતમાંથી ભાગી ગયો હતો. ચોક્‍સીનો ભત્રીજો નીરવ મોદી પણ આ કૌભાંડનો આરોપી છે અને લંડનમાં પ્રત્‍યાર્પણની કાર્યવાહીનો સામનો કરી રહ્યો છે.

મે ૨૦૨૧ માં, ચોક્‍સી એન્‍ટિગુઆથી ગુમ થયાના અહેવાલો પણ આવ્‍યા હતા, પરંતુ બાદમાં તે ડોમિનિકામાં હોવાનું જાણવા મળ્‍યું હતું. સીબીઆઈએ મેહુલ ચોક્‍સી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવા માટે ઇન્‍ટરપોલને અપીલ કરી હતી. આ પછી, ૨૦૧૮ માં, ઇન્‍ટરપોલે ચોક્‍સી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરી. ચોક્‍સી દ્વારા રેડ કોર્નર નોટિસ દૂર કરવા માટે ઇન્‍ટરપોલમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આમાં, તેમણે દાવો કર્યો હતો કે ૨૦૨૧ માં, ભારતીય તપાસ એજન્‍સીઓએ તેમનું ઁઅપહરણઁ કર્યું હતું અને તેમને ડોમિનિકા લઈ ગયા હતા. આ કારણોસર, ઇન્‍ટરપોલે તેમની સામે રેડ કોર્નર નોટિસ દૂર કરવાનો નિર્ણય લીધો છે.

૨૦૧૮ માં, ચ્‍ઝ એ ચોક્‍સીની ૧,૨૧૭ કરોડ રૂપિયાની ૪૧ સ્‍થાવર મિલકતો કામચલાઉ રીતે જપ્ત કરી હતી. જપ્ત કરાયેલી મિલકતોમાં મુંબઈના પોશ વિસ્‍તારમાં આવેલા તેમના બે ફ્‌લેટ, કોલકાતામાં એક મોલ, મુંબઈ-ગોવા હાઇવે પર ૨૭ એકર જમીન, તમિલનાડુમાં ૧૦૧ એકર જમીન, આંધ્ર-દેશના નાગપુર, નાસિકમાં જમીન, અલ્લાબાગમાં બે બંગલા અને સુરતમાં ઓફિસનો સમાવેશ થાય છે.

(11:08 AM IST)