<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

આ અઠવાડિયામાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ એક લાખ સુધી પહોંચી શકે ? જાણો શું કહે છે નિષ્ણાંતો

US સેન્ટ્રલ બેંક ફેડ રિઝર્વ વર્ષ 2025માં બે વાર વ્યાજ દર ઘટાડી શકે:શું સોનામાં વધારો એ હાલના વલણનો વિસ્તાર છે, નવા તેજીના ચક્રની શરૂઆત નથી?

નવી દિલ્હી :ભારત સહિત સમગ્ર વિશ્વમાં સોનાના ભાવમાં આગ લાગી છે. શુક્રવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 6,250 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો.

આ વધારા સાથે સોનું 96,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. નિષ્ણાતોના મતે સોનામાં વધુ વધારો થવાની ધારણા છે. આ સાથે એવી પ્રબળ શક્યતા છે કે એક અઠવાડિયામાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા એક લાખ સુધી પહોંચી શકે છે.

એવું માનવામાં આવે છે કે સોનાના વધતા ભાવ સાથે તે એક અઠવાડિયામાં પ્રતિ 10 ગ્રામ 1 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. બજારના નિષ્ણાતોનું માનવું છે કે US સેન્ટ્રલ બેંક ફેડ રિઝર્વ વર્ષ 2025માં બે વાર વ્યાજ દર ઘટાડી શકે છે.

આ કારણે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. તેમણે કહ્યું કે વ્યાજ દરમાં ઘટાડાને કારણે લોકો સુરક્ષિત રોકાણ તરીકે સોનું ખરીદશે. તેનાથી સોનાની માંગ વધશે અને તે વધી શકે છે.

 કેટલાક નિષ્ણાતોના મતે સોનાને 1 લાખ રૂપિયાના સ્તરે પહોંચવામાં ઘણો સમય લાગશે. કેટલાક નિષ્ણાતો કહે છે કે સોનામાં વધારો એ હાલના વલણનો વિસ્તાર છે, નવા તેજીના ચક્રની શરૂઆત નથી. કોઈ નવા ટ્રિગર વગર સોના માટે આવતા અઠવાડિયે એક લાખના આંકને સ્પર્શ કરવો મુશ્કેલ છે.

આ વર્ષે સોનાના ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે.સૂત્રોના મતે આગામી છ થી દસ મહિનામાં સોનામાં ઘટાડો થઈ શકે છે. તેમણે કહ્યું કે તેની કિંમત પ્રતિ ઔંસ 2,600 ડોલરની આસપાસ પહોંચી શકે છે.

 

(3:45 PM IST)