હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઝીશાન અને શહજાદ દેશના દુશ્મન .આપણે સબંધ રાખવો નહીં . બંનેને મારી નાખીશું : લોરેન્સ બિશ્નોઈ ગેંગની ફેસબુક પર ધમકી
ગેંગે તેના સભ્યોને સતર્ક રહેવા અને આ લોકો સાથે કોઈ સંપર્ક ન રાખવા સૂચના આપી: સ્પષ્ટતા કરી કે તેમને આશુ રાણા નામના વ્યક્તિ સાથે કોઈ લેવાદેવા નથી

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ જાહેર કરીને દાવો કર્યો છે કે તેમનો ઝીશાન અખ્તર અને પાકિસ્તાની ગેંગસ્ટર શહજાદ ભટ્ટી સાથે કોઈ સંબંધ નથી. આપણી ગેંગે સાવધાન રહેવું જોઈએ અને કોઈએ તેમની સાથે વાત ન કરવી જોઈએ. આપણે બંનેને મારી નાખીશું. બિશ્નોઈ ગેંગે ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, અમે આ લોકોને ઓળખતા નથી અને તેમની સાથે અમારો કોઈ વ્યવહાર પણ નથી.
વાસ્તવમાં પંજાબના જાલંધરમાં ભાજપ નેતા મનોરંજન કાલિયાના ઘર પર ગ્રેનેડ ફેંકવાની ઘટનામાં ઝીશાન અખ્તર અને શહઝાદ ભટ્ટીના નામ સામે આવ્યા છે. પંજાબ પોલીસે દાવો કર્યો હતો કે ઝીશાન લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો હતો.
જોકે, લોરેન્સ ગેંગે પોતાની પોસ્ટમાં આ આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું, "ઝીશાન અને શહજાદ ભટ્ટી દેશના દુશ્મન છે. અમારે તેમની સાથે કોઈ લેવાદેવા નથી. આ લોકો અમારા નામનો દુરુપયોગ કરી રહ્યા છે અને લોકો પાસેથી પૈસા ઉઘરાવી રહ્યા છે. અમે તેમને પાઠ ભણાવીશું."
ગેંગે તેના સભ્યોને સતર્ક રહેવા અને આ લોકો સાથે કોઈ સંપર્ક ન રાખવા સૂચના આપી છે. ઉપરાંત, તેમણે સ્પષ્ટતા કરી કે તેમને આશુ રાણા નામના વ્યક્તિ સાથે કોઈ લેવાદેવા નથી જે તેમની સાથે સંકળાયેલા છે.એક દિવસ પહેલા આજતકે કેન્દ્રીય એજન્સીઓને ટાંકીને ખુલાસો કર્યો હતો કે મુંબઈમાં NCP નેતા બાબા સિદ્દીકીની હત્યાના વોન્ટેડ આરોપી ઝીશાન અખ્તર પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ના હેન્ડલર્સમાં જોડાઈ ગયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
