<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

પાકિસ્‍તાનના સિંઘમાં બની રહ્યું છે રામ મંદિર

પુજારી થારૂરામ હાલમાં જ અયોધ્‍યા દર્શને આવેલ : સાથે ગંગાજળ લઇ ગયા

નવી દિલ્‍હી, તા. ૧૪:  અયોધ્‍યાના રામ મંદિરમાં દેશ અને દુનિયાના રામ ભક્‍તો અહીં દર્શન કરવા માટે આવે છે. પાકિસ્‍તાનથી પણ કેટલાક લોકો અહીં આવ્‍યા હતા. પરંતુ બંને દેશો વચ્‍ચે તણાવને કારણે બધા માટે અયોધ્‍યા આવવું શકય બની રહ્યું નથી. પરંતુ હવે પાકિસ્‍તાની લોકો પણ રામ મંદિર બનાવી રહ્યાં છે.

પાકિસ્‍તાનના સિંધ પ્રાંતના થારપાર્કર જિલ્લાના એક ગામમાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. તેની જાણકારી પાકિસ્‍તાની બ્‍લોગર માખન રામે પોતાના બ્‍લોગમાં આપી છે. પાકિસ્‍તાનનું આ રામ મંદિર સ્‍થાનીક લોકો વચ્‍ચે ચર્ચાનો વિષય છે. મંદિરના પુજારી થારૂરામે પણ ત્‍યાં મંદિર બનાવવામાં યોગદાન આપ્‍યું છે.

બ્‍લોગર માખન રામ પ્રમાણે જ્‍યારે પાકિસ્‍તાનમાં બની રહેલા રામ મંદિરમાં ગયા તો આ જગ્‍યા પર સત્‍સંગ માટે સ્‍ટેજ બનાવવામાં આવી રહ્યું હતું. તે સમયે ત્‍યાં રહેલ પુજારી ભારતના અયોધ્‍યાના રામ મંદિરથી પરત ફર્યા હતા. પુજારી ત્‍યાંથી પાકિસ્‍તાન ગંગાજળ પણ લાવ્‍યા હતા.બ્‍લોગર માખન રામ પ્રમાણે પુજારી થારૂરામે જણાવ્‍યું કે તે જ્‍યારે અયોધ્‍યાના રામ મંદિર ગયા તો તેમણે ગંગા માતા પાસે માત્ર તે આશીર્વાદ માંગ્‍યા હતા કે તેમને પણ રામ મંદિર આપે. પુજારી પ્રમાણે આ મંદિર બનાવવામાં પાકિસ્‍તાનના અલગ-અલગ જગ્‍યાના લોકો મદદ કરી રહ્યાં છે. છ મહિના પહેલા મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્‍યું હતું.પુજારી થારૂરામના હવાલાથી બ્‍લોગરે જાણકારી આપી કે મુખ્‍ય મંદિર લગભગ બની ગયું છે. મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની બાકી છે. મંદિરની બાઉન્‍ડ્રી પણ પૂર્ણ થઈ ગઈ છે. પરિસરની અંદર અન્‍ય નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.

(3:49 PM IST)