હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગણામાં આખુ અઠવાડીયું ગરમીનો પ્રકોપ જોવા મળશે
ઉતર-પશ્ચિમથી આવતા ગરમ અને સુકા પવનના લીધે દેશના મોટા ભાગોમાં પારો ઉંચકાશે

રાજકોટ તા.૧૪: આગામી અઠવાડિયાથી ભારતમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવના છે અને આજે ૧૪ એપ્રિલ સમગ્ર દેશમાં સૌથી ગરમ દિવસ રહેવાની શકયતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર-પヘમિથી આવતા ગરમ અને સૂકા પવનને કારણે દેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં વધારો થશે.
હવામાન નિષ્ણાત ડૉક્ટર અક્ષય દેવરસે સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે ખાસ કરીને પヘમિ રાજસ્થાન અને મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં હીટવેવ એટલે કે ગરમીનું મોજું અનુભવાઈ શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ૧૪ એપ્રિલના રોજ સમગ્ર ભારતમાં ગરમી તેની ચરમસીમાએ પહોંચી શકે છે. આ ઉપરાંત, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાણામાં પણ ગરમીનું પ્રમાણ ઊંચું રહેવાની શકયતા છે.
હવામાન વિભાગે લોકોને આગામી દિવસોમાં અને ખાસ કરીને ૧૪ એપ્રિલના રોજ ગરમીથી બચવા માટે સાવચેતી રાખવાની સલાહ આપી છે. બપોરના સમયે સીધા તડકામાં જવાનું ટાળવું, પુષ્કળ -માણમાં પાણી પીવું અને હળવા રંગના કપડાં પહેરવા જેવા ઉપાયો ગરમીથી રક્ષણ મેળવવા માટે જરૂરી છે. વળદ્ધો અને બાળકોએ ખાસ કાળજી લેવી જોઈએ.
આગાહીને ધ્યાનમાં રાખીને, સ્થાનિક વહીવટી તંત્રને પણ જરૂરી પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી છે, જેથી નાગરિકોને ગરમીના પ્રકોપથી બચાવી શકાય.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
