હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પવન કલ્યાણની રશિયન પત્નીએ દીકરાની સલામતી માટે તિરૂપતિમાં માથું મુંડાવ્યું
પવન કલ્યાણની પત્ની અન્ના લેઝનેવાએ તેમના પુત્ર માર્ક શંકરની સલામતી માટે તિરુમાલા મંદિરમાં ભગવાન વેંકટેશ્વરને વાળ અર્પણ કર્યા સિંગાપોરમાં લાગેલી આગમાં તેમનો પુત્ર ઘાયલ થયો હતો, રશિયન મૂળના અન્ના, ભારતીય પરંપરાઓનું પાલન કરતા અને મુંડન સંસ્કાર કરાવતા જોઈને લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે

તિરૂપતિ, તા.૧૪: સાઉથ એક્ટર અને આંધ્ર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ અને પત્ની અન્ના લેઝનેવા પર હાલમાં દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, સિંગાપોરની શાળામાં તેમનો નાનો દીકરો માર્ક આગ દુર્ઘટનામાં ઘાયલ થયો હતો. દીકરાના સ્વાસ્થ માટે ડેપ્યુટી સીએમ પવન કલ્યાણના પત્ની અન્ના લેઝનેવાએ તિરુમાલા મંદિરમાં પોતાનું માથું મુંડન કરાવ્યું.
તેમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, દીકરો દાઝી ગયા બાદ અન્નાએ મન્નત માંગી હતી. એટલે કે અન્નાએ પ્રતિજ્ઞા લીધી હતી કે, જો દીકરો સ્વસ્થ થઈ જશે, તો તેના વાળ દાન કરશે.
ઉલ્લેખનીય છે કે,પવન કલ્યાણનો પુત્ર માર્ક શંકર સિંગાપોરમાં સમર કેમ્પમાં ગયો હતો. ૮ એપ્રિલના રોજ ત્યાં આગ લાગી હતી. આ અકસ્માતમાં માર્કના હાથ અને પગ બળી ગયા હતા. હવે તે સંપૂર્ણપણે ઠીક છે. માતા અન્નાએ તેમના દીકરાની સલામતી માટે આ મન્નત માંગી હતી. હવે તેણે તે પૂર્ણ કરી લીધી છે.
જનસેના પાર્ટીએ સોશિયલ મીડિયા પર અન્નાની તસવીરો શેર કરી છે. તેમણે લખ્યું કે, પરંપરાને ધ્યાનમાં રાખીને અન્નાએ પદ્મવતી કલ્યાણ કટ્ટામાં પોતાના વાળ અર્પણ કર્યા અને ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો. પૂજામાં ભાગ લેતા પહેલા અન્ના કોનિડેલાએ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના નિયમો અનુસાર ગાયત્રી સદનમાં મંદિરના અધિકારીઓની હાજરીમાં એક ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. તેમણે આ પત્રમાં ભગવાન વેંકટેશ્વરમાં શ્રદ્ધા વ્યક્ત કરી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
