<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

‘ઝીરો-ફોર-ઝીરો ટેરીફ' ભારત અમેરિકા કરાર અસંભવ

પેકેજ ડીલ ચાલી રહી છે, સપ્‍ટેમ્‍બર-ઓક્‍ટોબર સુધીમાં પહેલો તબક્કો વાટાઘાટોમાં ભારત અન્‍ય દેશો કરતાં ઘણું આગળ

નવી દિલ્‍હીઃ સત્તાવાર સુત્રોએ જણાવ્‍યું હતું કે ભારત અને અમેરિકા વચ્‍ચે સૂચિત દ્વિપક્ષીય વ્‍યાપાર કરાર હેઠળ ‘ઝીરો ફોર ઝીરો' ટેરીફ વ્‍યૂહરચના અસંભવિત છે કારણ કે બન્‍ને દેશો આર્થિક વિકાસના અલગ-અલગ સ્‍તરે છે.

કેટલાક વ્‍યાપાશર નિષ્‍ણાંતોએ સૂચવ્‍યું છે કે ભારતત અમેરિકાના પારસ્‍પરિક ટેરિફ વધારાને સંબોધવા માટે અમેરિકાને ઝીરો ફોર ઝીરો ટેરિફ શક્‍ય છે. કારણ કે બન્‍ને વિકસીત અને અદ્યતન દેશો છે.

ભારત-યુએસ કરાર હંમેશા પેકેજ સોદો રહેશે જેમાં માલ સામાન અને નોન ટેરિફ બાર-રિસર્ચ જેવા મુદ્‌ાઓ સામેલ હોઈ શકે છે. અધિકારીએ ઉમેર્યુ હતું કુ એવું નહીં બને કે જો તે ઈલેકટ્રોનિક્‍સમાં ઝીરો કરશે, તો અમે પણ ઈલેકટ્રોનિક્‍સમાં શૂન્‍ય કરીશું. વેપાર કરારો આ રીતે નથી થતા. એ ખોટી વિચાર સરણી છે.

ભારત અને અમેરિકા માર્ચ મહિનાથી બાયલીટરલ ટ્રેડ એગ્રીમેન્‍ટ (બીટીએ) પર વાટાઘાટો કરી રહ્યા છે. બન્‍ને પક્ષોએ આ વર્ષના સપ્‍ટેમ્‍બર-ઓક્‍ટોબરનાં અંત સુધીમાં પ્રથમ તબક્કો પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખ્‍યું છે. દ્વિપક્ષીય વ્‍યાપારને ૨૦૩૦ સુધીમાં ૫૦૦ બીલીયન ડોલર કરવાનું લક્ષ્યાંક છે જે હાલમાં ૧૯૧ બીલીયન ડોલર છે.

અધિકારીએ ઉમેર્યુ હતુ, ‘‘એગ્રીમેન્‍ટ માટે કામ શરૂ થઈ ગયું છે. વ્‍યાપાર સસોદાની વાટાઘાટોમાં ભારત અન્‍ય દેશો કરતાં ઘણું આગળ છે.

(4:24 PM IST)