<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

અમેરિકામાં 1930 કરતાં પણ વધારે ખરાબ સ્થિતિ ઉભી થશે :મંડી જ નહીં મહામંદીમાં ઝપેટમાં આવશે :મોટી ભવિષ્યવાણી

આ પહેલા રે ડાલિયોએ 2008 ની નાણાકીય નાણાકીય સંકટ વિશે પણ આગાહી કરી હતી, જે સાચી પડી હતી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી ટેરિફ નીતિને પગલે તમામ દેશો નારાજ છે. ત્યારે આગામી સમયમાં અમેરિકાની અર્થ વ્યવસ્થાને લઈને મોટી ભવિષ્યવાણી સામે આવી છે. જાણીતા રોકાણકાર રે ડાલિયોએ જણાવ્યું છે કે અમેરિકામાં સૌથી મોટી મંદી આવશે. આ પહેલા રે ડાલિયોએ 2008 ની નાણાકીય નાણાકીય સંકટ વિશે પણ આગાહી કરી હતી, જે સાચી પડી હતી.

'એનબીસીના મીટ ધ પ્રેસ' માં 73 વર્ષના બ્રિજવોટર એસોસિએશનના ફાઉન્ડર અને જાણીતા રોકાણકાર રે ડાલિયોએ અમેરિકાની અર્થ વ્યવસ્થાને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું કે અમેરિકામાં સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે. ટ્રેડને લગતી નીતિઓને પગલે અમેરિકા માત્ર મંદીની ઝપેટમાં જ નહિ પરંતુ એક મોટા સંકટ તરફ આગળ વધી રહ્યું છે.

એટલું જ નહિ રે અરબપતિ રોકાણકાર રે ડાલિયોએ આ સ્થિતિની સરખામણી 1930 ના દાયકાની ભયંકર મંદી સાથે કરતાં કહ્યું હતું કે 1930 કરતાં પણ વધારે ખરાબ સ્થિતિ ઉભી થશે. નવી ટેરિફ નીતિ, અમેરિકાનું વધતું દેવું, ચીન સાથે વધી રહેલો તણાવ અત્યાર સુધીની સૌથી મોટી મંદી તરફ ઈશારો કરે છે. 2024 ના અંત સુધી અમેરિકાનું દેવું જીડીપીના 121 ટકા છે. જે 2008 માં 64 ટકા હતું. આ દેવાનો બોજ અર્થવ્યવસ્થાને ભારે નુકસાન પહોંચાડી શકે છે. સામાજિક અને વૈશ્વિક સ્થિરતા ડગમગી શકે છે.

(6:58 PM IST)