હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઐતિહાસિક ઘટના : વિખ્યાત પૉપ સુપરસ્ટાર કેટી પેરીએ અવકાશમાં ઉડાન ભરી : બ્લુ ઓરિજિનના રોકેટમાં અભૂતપૂર્વ ઓલ-ફીમેલ મિશન : ગાયિકાએ પાંચ મહિલાઓ સાથે ઐતિહાસિક ૧૧ મિનિટની સફર કરી : જુઓ લાઈવ બ્રોડકસ્ટ
જેફ બેઝોસની રોકેટ કંપનીનું NS-31 મિશન ટેક્સાસથી રવાના : ૧૯૬૩ પછીની પ્રથમ અને એકમાત્ર સંપૂર્ણ મહિલા ક્રૂની અવકાશ યાત્રા : કાર્મન લાઇન પાર કરી ૬૨ માઇલની ઊંચાઈએ પહોંચ્યું રોકેટ

ટેક્સાસ: પોપ સુપરસ્ટાર કેટી પેરીએ અભૂતપૂર્વ રીતે પાંચ મહિલાઓ સાથે બ્લુ ઓરિજિનના રોકેટમાં અવકાશ તરફ ઉડાન ભરી છે. આ એક ઐતિહાસિક ઓલ-ફીમેલ સ્પેસ મિશન છે, જેમાં માત્ર મહિલા ક્રૂનો સમાવેશ થાય છે.
કેટી પેરીએ જેફ બેઝોસની મંગેતર લોરેન સાંચેઝ, ટીવી પ્રસ્તુતકર્તા ગેલ કિંગ, નાગરિક અધિકાર કાર્યકર્તા અમાન્ડા ન્ગ્યુયેન, ભૂતપૂર્વ રોકેટ વૈજ્ઞાનિક આઈશા બોવે અને ફિલ્મ નિર્માતા કેરિયાન ફ્લાયન સાથે ટેક્સાસથી ઐતિહાસિક ૧૧ મિનિટની અવકાશ યાત્રા શરૂ કરી હતી.
૧૯૬૩ પછી આ પ્રથમ ઓલ-ફીમેલ અવકાશ યાત્રા છે અને ઇતિહાસમાં એકમાત્ર એવી ઘટના છે જેમાં સંપૂર્ણ મહિલા ક્રૂ અવકાશમાં પહોંચી છે. આ મિશન દરમિયાન મહિલાઓએ પૃથ્વીથી મહત્તમ ૧૦૦ કિલોમીટર (૬૨ માઇલ)ની ઊંચાઈ હાંસલ કરી હતી, આમ અવકાશની સીમા ગણાતી કાર્મન લાઇનને પાર કરી એક નવો ઇતિહાસ રચ્યો હતો.
ટેક્સાસથી આ પ્રક્ષેપણ બ્લુ ઓરિજિનના ન્યૂ શેપર્ડ પ્રોગ્રામનું સૌથી તાજેતરનું મિશન છે, જેને NS-31 નામ આપવામાં આવ્યું છે. આ પ્રોગ્રામ અંતર્ગત કંપની અવકાશ પ્રવાસીઓને અવકાશમાં લઈ જાય છે. આ મિશન વિશ્વભરની મહિલાઓ અને અવકાશ વિજ્ઞાનમાં રસ ધરાવતા લોકો માટે એક પ્રેરણારૂપ ઘટના બની રહી છે. બ્લુ ઓરિજિન દ્વારા આ ઐતિહાસિક ક્ષણનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું, જેને લાખો લોકોએ નિહાળ્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
