હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમરનાથ યાત્રા માટે નોંધણી શરૂ થઈ :દરરોજ ફક્ત 15 હજાર શ્રદ્ધાળુને જ ભાગ લેવાની મંજૂરી

અમરનાથ યાત્રા 2025 ભારતના સૌથી પવિત્ર યાત્રાધામો પૈકીની એક છે, જે ભક્તોને જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ ગુફામાં લઈ જાય છે. દર વર્ષે દેશભરમાંથી હજારો ભક્તો આ યાત્રામાં ભાગ લે છે.આ વર્ષે અમરનાથ યાત્રા માટે નોંધણી આજથી એટલે કે 14મી એપ્રિલ 2025થી શરૂ થઈ ગઈ છે. આ યાત્રા 25 જુલાઈ 2025 થી 19 ઓગસ્ટ 2025 સુધી ચાલશે. યાત્રામાં દરરોજ ફક્ત 15 હજાર શ્રદ્ધાળુને જ ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે, તેથી વહેલા નોંધણી કરાવવી વધુ સારું રહેશે.
સૌ પ્રથમ શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ (SASB)ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અને 'ઓનલાઇન સેવાઓ' મેનુમાં 'યાત્રા પરમિટ નોંધણી' પર ક્લિક કરો.
તમામ સૂચના ધ્યાનથી વાંચો અને 'હું સંમત છું' પર ક્લિક કરીને 'નોંધણી' પસંદ કરો.હવે તમારી વ્યક્તિગત વિગતો જેમ કે નામ, મોબાઈલ નંબર, આધાર નંબર વગેરે ભરો. પાસપોર્ટ સાઇઝના ફોટાની સ્કેન કરેલી નકલ અને ફરજિયાત આરોગ્ય પ્રમાણપત્ર (CHC) પણ અપલોડ કરો.મોબાઇલ નંબર વેરિફાઇ કર્યા પછી તમને બે કલાકમાં પેમેન્ટ લિંક પ્રાપ્ત થશે. નોંધણી ફી (લગભગ રૂપિયા 220) ચૂકવો ચુકવણી કર્યા પછી તમને મુસાફરી નોંધણી પરમિટ પ્રાપ્ત થશે, જે તમે ડાઉનલોડ કરી શકો છો.
ઓફલાઇન નોંધણી માટે જમ્મુ અને કાશ્મીર સરકારે ઘણા કેન્દ્રો પર નોંધણી સુવિધાઓ પૂરી પાડી છે. આ હેઠળ તમારે ટોકન સ્લિપ મેળવવી પડશે, તબીબી તપાસ કરાવવી પડશે અને અંતે RFID કાર્ડ સેન્ટરમાંથી કાર્ડ મેળવવું પડશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
