<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

રાજકોટનાં જાણીતા ઉદ્યોગપતિ - સરગમ કલબના પ્રમુખ ગુણુભાઈ ડેલાવાળાને હાર્ટ એટેક : ત્રણ ધમનીઓમાં બ્લોકેજ : સિનર્જી હોસ્પિટલના આઈસીયુમાં સારવાર હેઠળ : તબિયત હાલ સ્થિર

અવતીકાલે વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાશે : ડૉ. જયેશ ડોબરીયાએ આપ્યું તેમનું મેડિકલ અપડેટ : તેમના સ્વાસ્થ્ય અંગે જાણ થતાં તેમના પરિવારજનો, મિત્રો અને શુભચિંતકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું

રાજકોટ : શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને વિખ્યાત સરગમ કલબના પ્રમુખ ગુણુભાઈ ડેલાવાળાને ગંભીર હાર્ટ એટેક આવતા તાત્કાલિક સારવાર માટે સિનર્જી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. તબીબી તપાસમાં તેમની હૃદયની ત્રણ મુખ્ય ધમનીઓમાં બ્લોકેજ હોવાનું નિદાન થયું છે. સીનર્જી હોસ્પિટલના ડૉ. જયેશ ડોબરીયાએ તેમનું મેડિકલ અપડેટ જાહેર કર્યું છે, જેમાં તેમની તબિયત હાલ સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે અને આવતીકાલે તેમને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવશે તેમ જાણવા મળે છે.

ડોક્ટરોની ટીમ તેમની સતત દેખરેખ રાખી રહી છે અને તેમને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. ગુણુભાઈ ડેલાવાળાના સ્વાસ્થ્ય અંગે જાણ થતાં તેમના પરિવારજનો, મિત્રો અને શુભચિંતકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે અને તેઓ તેમના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. હોસ્પિટલ દ્વારા ટૂંક સમયમાં તેમની તબિયત અંગે વધુ અપડેટ આપવામાં આવશે.

 

(10:32 PM IST)