હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જાનુ ઘરે પાછો આવી જા..' ૪ દિવસથી પતિ ગાયબઃ પત્નીની રડી-રડીને હાલત ખરાબ
બરેલીમાં એક શિક્ષકના ગુમ થયા બાદ તેની પત્નીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

બરેલી,તા.૧૫: પતિ-પત્ની, સાસુ-જમાઈ સાથે જોડાયેલી અનેક ખબરો સામે આવી રહી છે. આ વચ્ચે ઉત્તર પ્રદેશના બરેલીમાંથી એક શિક્ષકના ગુમ થવાનો મામલો સામે આવ્યો છે. શિક્ષકની પત્નીનો એક ભાવુક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે રડતાં રડતાં તેના પતિને ઘરે પરત આવવાની વિનંતી કરી રહી છે. વીડિયોમાં તે કહે છે, જાનુ, તું જ્યાં પણ હોય, ત્યાંથી પાછો આવી જા. હું ખૂબ પરેશાન છું. કોઈ મારી મદદ નથી કરી રહ્યું, અને તારો અત્યાર સુધી કોઈ અત્તોપત્તો મળ્યો નથી.
વીડિયોમાં મહિલાએ જણાવ્યું કે, તેનો પતિ પુષ્પેન્દ્ર ગંગવાર, જે એક શિક્ષક છે અને ગઈ રાતથી ગુમ છે. તેણે લોકોને અપીલ કરી છે કે જો કોઈને તેના પતિ વિશે કોઈ માહિતી મળે અથવા તે કયાંય દેખાય, તો કળપા કરીને જાણ કરે.
બીજા એક વીડિયોમાં તે રડતાં કહે છે, જાનુ, હું કયારથી તારી રાહ જોઈ રહી છું. હું મારા બાળકોને શું જવાબ આપું? તું જ કહેતો હતો કે એકલીસ્ત્રી માટે સમાજમાં જીવવું ખૂબ મુશ્કેલ છે.. તો પછી તું મને એકલી છોડીને કેમ ચાલ્યો ગયો? પ્લીઝ, ઘરે પાછો આવી જા.
પરિવારજનોના જણાવ્યા મુજબ, પુષ્પેન્દ્રને ઓનલાઈન ગેમ્સની લત લાગી ગઈ હતી. પહેલા તે માત્ર મનોરંજન માટે રમતો હતો, પરંતુ ધીમે-ધીમે તેને આની લત લાગી ગઈ અને તે દેવામાં ડૂબતો ગયો. માનસિક અને આર્થિક રીતે પરેશાન થઈને તેણે ઘર છોડી દીધું. આ મામલે બરેલી પોલીસે જણાવ્યું કે, ઈઝ્ઝતનગર પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ટીમો બનાવીને ગુમ થયેલા શિક્ષકની શોધખોળ શરૂ કરી દીધી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
