હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હરદાઈઃ ત્રણ મહિલાઓનાં કરતુતઃ ૧૩ લગ્ન કરી સાસરિયાઓને લુંટી લેતીઃ થઈ ધરપકડ
મુરતિયાં જોઈ અંદરો અંદર સગા બની જતાઃ લગ્ન કરી ઘરેણા-રોકડા લૂંટી લેતી

હરદોઈ,તા.૧૫: લગ્ન કરીને વરરાજાના ઘરમાંથી ઘરેણાં તથા રૂપિયા ચોરી કરતી ટોળકીની ત્રણ મહિલાઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ મહિલાઓ નામ બદલીને એકબીજાના સંબંધી બની જતા હતા. આ મહિલાઓએ ૧૩ લગ્ન કરાવી લોકોને ત્યાંથી ઘરેણાં અને રૂપિયાની ચોરી કરી છે. લગ્ન કરાવનારી મહિલા, દુલ્હન બનીને મીઠી મીઠી વાતોમાં વરરાજાને ફસાવતી હતી અને તેની બે સાથી મહિલામાંથી એક મા અને બીજી માસી બનીને પરિવારને લાલચ આપી લગ્ન કરાવતા, બાદમાં મોકો જોઈ ઘરેણાં અને રૂપિયા લઈને ફરાર થઈ જતી હતી. આ ત્રણેય મહિલાઓને પોલીસે જેલમાં મોકલી દીધી છે.
પોલીસે લોનાર વિસ્તારના નસ્યોલી ડામરની રહેવાસી પૂજા ઉર્ફ સોનમ, પિહાનીના ગામ સિમૌરની રહેવાસી આશા ઉર્ફ ગુડ્ડી અને કાશીપુરના મઝરા ચિંતાપુરની રહેવાસી સુનીતાની ધરપકડ કરી છે. પોલીસે જાહેર કરેલી પ્રેસનોટમાં ત્રણેય મહિલાઓને જેલમાં મોકલી દીધી હોવાની વાત કહી છે. સીઓ સિટી અંકિત મિશ્રાએ જણાવ્યું કે, ત્રણેય મહિલાઓ એકબીજાના સંબંધી બનીને એ પરિવારને જાળમાં ફસાવતા હતા, જ્યાં છોકરાના લગ્ન નથી થતાં.
આ મામલો ઉત્તર પ્રદેશના હરદોઈનો છે. જ્યાં નીરજ ગુપ્તા નામના વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પ્રમોદ નામના વ્યક્તિની પૌત્રી પૂજા સાથે લગ્ન કરાવવાના બહાને નીરજને હરદોઈ રજિસ્ટ્રાર ઓફિસે લઈ ગયા. ત્યાં લગ્નના કાગળ બનાવ્યા. નીરજે પૂજાને રોકડ રકમ અને ઘરેણાં આપ્યા. ત્યાર બાદ પૂજા અને પ્રમોદ ત્યાંથી ફરાર થઈ ગયા.
પોલીસે ત્રણ મહિલા પૂજા, આશા અને સુનીતાની ધરપકડ કરી છે. તેમની પાસેથી બે જોડી પાયલ, એક જોડી કાનના કુંડળ, એક નાકની નથણી અને ૨૭૫૦ રૂપિયા રોકડા મળ્યા છે. ભોળા છોકરાઓને લગ્નની લાલચ આપીને છેતરતી ટોળકીનો માસ્ટરમાઈન્ડ ચિરાગપુરનો રહેવાસી પ્રમોદ હજુ હાથમાં નથી આવ્યો.
લગ્ન ન થતા હોય તેવા યુવકોને પ્રમોદ શોધી લાવતો. સુનીતાને પૂજાની મા અને આશાને તેની માસી બનાવીને લઈ આવતો. બાદમાં મોકો મળતા જ તેઓ રૂપિયા અને ઘરેણાં લઈને ફરાર થઈ જતાં હતા. સુનીતા અને આશા સંબંધી બનીને લગ્ન કરાવતા હતા. પૂજા દુલ્હન બનતી વરરાજાનો વિશ્વાસ જીતી લેતી. બાદમાં પૈસા અને ઘરેણાં લઈને ફરાર થઈ જતી હતી.
આ અપરાધીઓ વિરુદ્ધ હરપાલપુર પોલીસ સ્ટેશનમાં પણ એક કેસ નોંધાયેલો છે. જ્યાં નશીલો પદાર્થ આપીને ઘરમાંથી ઘરેણાં અને રૂપિયાની ચોરી કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, કેટલાય અન્ય જિલ્લામાં પણ આવી ઘટનાઓ ઘટી છે. ટોળકીના અન્ય સભ્યોને શોધવામાં આવી રહ્યા છે. પોલીસે લોનાર વિસ્તારના નિસ્યોલી ડામરની પૂજા ઉર્ફ સોનમ, આશા ઉર્ફ ગુડ્ડી અને સુનીતાની ધરપકડ કરી છે.(૪૦.૯)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
