<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

આ ગાડી ઝાડ પર કઈ રીતે ચડી હશે?

નવી દિલ્હી તા.૧પઃ Ankur prajapati 600 નામના ઇન્‍સ્‍ટાગ્રામ અકાઉન્‍ટ પરથી એક વિડિયો શૅર કરવામાં આવ્‍યો છે. એમાં એક પાર્કની સાઇડમાં આવેલા વળક્ષ પર એક કાર અટકી પડી છે. પહેલી નજરે તો એવું લાગે છે કે આ કોઈ નકલી વિડિયો જ હોવો જોઈએ, પરંતુ એવું નથી. વિડિયોમાં આસપાસના લોકોની વાત પરથી આ ઘટના બે દિવસ પહેલાં બની હોય એવું જણાય છે. જોકે કાર કયાંથી ઝાડ પર ચડી ગઈ એ કોયડો કોઈ સુલઝાવી શકયું નથી. કોઈક ઍક્‍સિડન્‍ટને કારણે કાર ચડી ગઈ હોય તો એના ડ્રાઇવરનું શું થયું એનો જવાબ પણ કોઈ આપી શકયું નથી. આસપાસમાં ભીડ પણ ખાસ્‍સી જમા થઈ રહી છે અને કારને કોઈ નુકસાન પણ થયું નથી એને કારણે જાણે કારને સમજી-વિચારીને ત્‍યાં ઉપર સેટ કરવામાં આવી હશે એવી અટકળો પણ લગાવાઈ રહી છે. (૩પ.પ)

(9:57 AM IST)