<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

મહિલાની છેડતી કરી કીધું ‘‘જેલ, પોલીસ મને ડરાવી શકતી નથી''

રાજધાની દિલ્‍હીના શિવાજી એન્‍ક્‍લેવ માર્કેટમાં છેડતીનો એક ચિંતાજનક કિસ્‍સો સામે આવ્‍યોઃ વીડિયો વાયરલ : ૮ એપ્રિલના રોજ રાત્રે ૯ વાગ્‍યાની આસપાસ એક નશામાં ધૂત અજાણ્‍યા પુરુષ દ્વારા એક મહિલાનો પીછો કરવામાં આવ્‍યો હતો અને તેને અયોગ્‍ય રીતે સ્‍પર્શ કરી હતી

 

 

નવી દિલ્‍હી તા.૧પઃ દેશની રાજધાની દિલ્‍હીના શિવાજી એન્‍ક્‍લેવ માર્કેટમાં છેડતીનો એક ચિંતાજનક કિસ્‍સો સામે આવ્‍યો છે. ૮ એપ્રિલના રોજ રાત્રે ૯ વાગ્‍યાની આસપાસ એક નશામાં ધૂત અજાણ્‍યા પુરુષ દ્વારા એક મહિલાનો પીછો કરવામાં આવ્‍યો હતો અને તેને અયોગ્‍ય રીતે સ્‍પર્શ કરી હતી. ભાવના શર્મા તરીકે ઓળખાતી આ મહિલાએ સોશિયલ મીડિયા પર પોતાની દુર્ઘટના શેર કરી હતી, જેમાં આરોપી દ્વારા દેખાતા ડરના અભાવ પર આઘાત અને ચિંતા વ્‍યક્‍ત કરી હતી.

શર્માના જણાવ્‍યા મુજબ, તે ઘરે પરત ફરી રહી હતી ત્‍યારે સફેદ શર્ટ અને કેઝ્‍યુઅલ પેન્‍ટ પહેરેલો તે પુરુષ પાછળથી આવ્‍યો અને તેના હાથને સ્‍પર્શ કર્યો. હું ઘરે જઈ રહી છું. રાતના ૯ વાગ્‍યા છે. અને એક વ્‍યક્‍તિ પાછળથી આવે છે અને મને અયોગ્‍ય રીતે સ્‍પર્શે છે. હું એક શબ્‍દ પણ બોલી શકી નહીં. તેણે ર્ીંમોલેસ્‍ટર એલર્ટીનામથી વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કરતાં કહ્યું.

વાયરલ ક્‍લિપમાં, તે માણસ પાર્ક કરેલી કાર પાસે બેઠો સીગરેટ પીતો જોઈ શકાય છે. વીડિયો શૂટ કરતી વખતે શર્માએ તેને કહ્યું કે તેને કાયદાનો કોઈ ડર નથી. ઉસસે કોઈ ડર નહીં હૈ (તેને કોઈ ડર નથી),ૅ શર્માએ કહ્યું કે જ્‍યારે તે વીડિયો શૂટ કરતી હતી ત્‍યારે તે વ્‍યક્‍તિએ તેને કહ્યું કે જે કરવું હોય તે કરો.  હું જેલમાં જઈશ અને પાછો આવીશ...શર્માએ વીડિયોમાં આગળ કહ્યું કે, આવા લોકોને જેલનો પણ દર નથી. તેના માટે, જેલ ગામડાના ઘરે જઈને પાછો આવવા જેવું છે.

શર્માએ તરત જ નજીકના પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી. તેણે આ ઘટનાની પોતાના પર શું અસર થઈ તે પણ શૅર કર્યું હતું. તેના માટે તે જ ક્ષણમાં પ્રતિક્રિયા આપવી ખૂબ મુશ્‍કેલ હતી. ૅહું વિચારી શકી નહીં... મને શું કહેવું તે સમજાયું નહીં. હું સીધી પોલીસ પાસે ગઈ હતી. મને ખબર પડી કે તે દારૂના નશામાં હતો, તેણે કહ્યું. (૩પ.ર)

(10:00 AM IST)