<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

કલબ-સોસાયટી દ્વારા અપાતી સર્વિસ પેટે ટેક્‍સ વસુલાત નહીં કરી શકાય

૧૮ ટકા પ્રમાણે જીએસટી વસુલાત કરવાનો નિયમ

મુંબઇ તા.૧૫: કલબની મેમ્‍બરશીપ લીધા પછી તેઓ હારા આપવામાં આવતી તમામ સર્વિસમાં ૧૮ ટકા પ્રમાણે જીએસટીની વસુલાત કરવામાં આવતી હોય છે. તેવી જ રીતે સોસાયટીના સભ્‍ય પાસેથી પણ ૧૮ ટકા ટેક્‍સ વસુલ કરવામાં આવતો હોય છે. તે અંગે કેરલા હાઈકોર્ટ કરદાતાની તરફેણમાં ચુકાદો આપતા જણાવ્‍યું છે કે આ પ્રમાણે ટેક્‍સની વસુવાત કરવી વોગ્‍ય નથી તેમજ સીજીએસટીની કળમ સાતમાં કરવામાં આવેલો સુધારો ગેરબંધારણીય હોવાની પણ વાત ખાસ ટાંકી હતી.

જીએસટી લાગુ કરવામાં આવ્‍યો ત્‍યારથી કળબની મેમ્‍બરશીપ હોય કે પછી સોસાયટી દ્વારા લેવામાં આવતા મેઈનટેન્‍સ ચાર્જ પેટે સભ્‍ય પાસેથી  ૧૮ ટકા લેખે જીએસટીની વસુવાત કરવામાં આવતી હોય છે. તેના કારણે સભ્‍યભ્‍યએ ફી ઉપરાંત ૧૮ ટકા ટેકસનુ આર્થિક ભારણ વેઠવું ૧ વેઠવું પડતું હતુ. તે અંગે કેરલા હાઈડોર્ટે ઐતિહાસીક ચુકાદો આપ્‍યો છે. તેમાં જણાવ્‍યુ છે કે સભ્‍ય પાસેથી વસુલાત કરવામાં આવતા ટેક્‍સની રકમ ગેરબંધારણીય છે. જેથી તેઓ પાસેથી ટેક્‍સની વસુલાત કરવામાં આવવી જોઈએ નહીં. આ ચુકાદાને કારણે સોસાયટી અને કલબના સભ્‍ય પાસેથી અંત્‍યાર સુધી વસુલાત કરવામાં આવતા ૧૮ ટકા લેખ પ્રમાણેના ટેક્‍સની વસુલાત થઈ શકશે નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે સોસાયટીના સભ્‍ય દ્વારા જે મેઈનટેન્‍સ ચાર્જ ચુકવવામાં આવે છે તે આડકતરી રીતે  સોસાયટી પાસેથી લેવામાં આવતી વિવિધ સુવિયા પેટે જ તેની વસુવાત કરવામાં આવતી હોય છે. તેવી જ રીતે કલબમાં આવેલી વિવિધ સુવિધાનો લાભ લેવા માટે જ મેમ્‍બરશીપ લેવામાં આવતી હોય છે. તેમ છતાં સર્વિસ ટેક્‍સ પેટે ૧૮ ટકા રકમ વધારાની ચુકવવી પડતી હોય છે. જેથી આ ચુકાદાને કારકો સભ્‍યોએ વધારાની રકમ ચુકવવામાંથી છૂટકારો થવાની છે. જોકે તેના કારણે જીએસટીની આવક ઓછી ચોક્કસ થવાની છે. પરંતુ તેનો ફાયદો સભ્‍યને મળવાનો છે. સાથે સાથે કેરલા હાઇકોર્ટ સીજીએસટીની કલમ ૭ પ્રમાણે જે વસુલાત થાય છે તેને ગેરબંધારણી ગણાવતા કલમમાં સુધારો કરવાની પણ સ્‍થિતી ઉભી થઈ છે.(૩૮.૬)

(10:05 AM IST)