હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શ્રીનગરમાં ૧૭ લાખ ટયુલિપ્સ જોવા માત્ર ૧૭ દિવસમાં આવ્યા ૬ લાખથી વધુ ટૂરિસ્ટ
૨૦૨૩માં આ ગાર્ડનને સૌથી મોટા ગાર્ડનના રૂપમાં બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન આપવામાં આવ્યું હતું:૨૦૨૪માં ૩૦ દિવસમાં ૪,૪૬,૧૫૪ ટૂરિસ્ટો આવ્યા હતા

શ્રીનગર તા.૧૫: એશિયાના સૌથી મોટા ટયુલિપ ગાર્ડનમાં ૧૭ લાખ ટયુલિપ્સને જોવા માટે ૧૭ દિવસમાં ૬ લાખથી વધુ ટૂરિસ્ટ આવ્યા છે અને એક રેકોર્ડ બન્યો છે. શ્રીનગરમાં આવેલા ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટયુલિપ ગાર્ડનમાં ૨૬ માર્ચથી ટયુલિપ્સ શોની શરૂઆત થઈ છે અને એ પચીસમી એપ્રિલ સુધી ખુલ્લું રહેવાની શકયતા છે. આ ગાર્ડનમાં ૭૪ પ્રકારનાં ટયુલિપ્સ જોવા મળે છે. આ વર્ષે નેધરલૅન્ડ્સથી વધુ બે જાતનાં ટયુલિપ્સ મગાવવામાં આવ્યાં છે. આ રંગબેરંગી ફૂલો ટૂરિસ્ટોનું મન મોહી લે છે. ૧૦૦ માળી અને અસંખ્ય મજૂરો આ બાગની કાળજી રાખે છે અને ખૂબ મહેનત કરે છે ત્યારે આટલાં ટયુલિપ્સ ઉગાડી શકાય છે. ૨૦૨૩માં આ ગાર્ડનને સૌથી મોટા ગાર્ડનના રૂપમાં બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ૨૦૨૪માં ૩૦ દિવસમાં ૪,૪૬,૧૫૪ ટૂરિસ્ટો આવ્યા હતા, પણ આ વખતે એટલા ટૂરિસ્ટો પહેલા ૧૫ દિવસમાં જ આવી ગયા હતા.(૩૮.૧૪)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
