હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 15th April 2025
ભારત અને ચીન વચ્ચે ફરી સીધી ફ્લાઇટ શરૂ થવાની સંભાવના

નવી દિલ્હી તા.૧૫: ભારત અને ચીન વચ્ચે સરહદના તણાવને કારણે પાંચ વર્ષે પહેલા સંબંધો બગડ્યા હતા. ત્યારે ભારત અને ચીને બન્ને દેશો વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરવા માટે વાતચીતનો એક રાઉન્ડ યોજ્યો હતો. પરંતુ કયારે ફ્લાઇટ શરૂ કરાશે તેની તારીખ હજુ સુધી નક્કી કરાઇ નથી. આ પ્રગતિ માટે પરંતુ હવે અમરિકાનું ટેરિફ વોર પણ જવાબદાર હોવાનું મનાય છે.
ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ચીને વાતચીતનો એક રાઉન્ડ યોજ્યો છે એમ નાગરિક ઉડ્ડયન સચિવ વુમલુન્મંગ વૌલનામે નવી દિલ્હી સ્થિત આયોજિત ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના એક કાર્યક્રમમાં વધુ ઊંડા ન ઉતરતા ઉમેર્યુ હતું હજુ પણ કેટલાક મુદ્દાઓ જે વણઉકલ્યા છે.(૨.૧૮)
(4:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
