<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

જાણીતા ધારાશાસ્ત્રી અનિલભાઈ દેસાઈના માતુશ્રી કાંતાબેન રમણીકલાલ દેસાઈનું દુઃખદ અવસાન: સાંજે ૬.૩૦ વાગ્યે તેમના નિવાસસ્થાનેથી સ્મશાન યાત્રા નીકળશે

રાજકોટ, તા. ૧૫: શ્રી નલીનભાઈ, ડો. કિશોરભાઈ, શ્રી દિલીપભાઈ, અને જાણીતા  ધારાશાસ્ત્રી શ્રી અનિલભાઈ દેસાઈ અને શ્રીમતી હંસાબેનના માતુશ્રી શ્રીમતી કાંતાબેન રમણીકલાલ દેસાઈનું ૯૮ વર્ષની  વયે આજે દુઃખદ અવસાન થયું છે. તેમના અવસાનથી ભારે  શોકની લાગણી ફેલાઈ છે.

સદગત કાંતાબેન ખૂબ જ  ધાર્મિક અને પ્રેમાળ સ્વભાવના હતા. તેમણે પરિવારને હંમેશા પ્રેમ અને ધાર્મિક સંસ્કારોથી સિંચ્યો હતો. તેમના નિધનથી પરિવારમાં મોટી ખોટ પડી છે.

તેમની અંતિમ યાત્રા આજે સાંજે ૬:૩૦ વાગ્યે તેમના નિવાસસ્થાન “મણીકુંજ”, ૩-પંચનાથ પ્લોટ, હેડ પોસ્ટ ઓફિસ પાછળ, રાજકોટથી નીકળશે. રામનાથપરા સ્મશાન ગૃહ ખાતે તેમને અંતિમ વિદાય  આપવામાં આવશે. ૐ શાંતિ: શાંતિ: શાંતિ:

 

(4:40 PM IST)