<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

પુંછમાં આતંકીઓ સાથે અથડામણ: સેનાનો જવાન ઘાયલ


જમ્મુ: પુંછ જિલ્લાના સુરનકોટના લસાના વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. સોમવારે રાત્રે આતંકીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરમિયાન આતંકીઓએ સેના પર ગોળીબાર કર્યો, જેમાં એક જવાન ઘાયલ થયો.

ભારતીય સેનાએ જણાવ્યું કે ઓપરેશન લસાના હેઠળ જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે મળીને સંયુક્ત અભિયાન ચલાવવામાં આવ્યું. ગોળીબારમાં ઘાયલ જવાનને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આતંકીઓને ભાગતા અટકાવવા સર્ચ ઓપરેશન ચાલુ છે.

ગત સપ્તાહે કિશ્તવાડમાં ત્રણ દિવસના આતંકવાદ વિરોધી અભિયાનમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા હતા, જેમાં જૈશ-એ-મોહમ્મદનો એક મોનો કમાન્ડર સૈફુલ્લાહ પણ સામેલ હતો.

(8:28 PM IST)