<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાને મોદી સરકારના વરિષ્ઠ મંત્રીઓની બેઠક

બેઠકમાં સરકારના કામકાજ અને સંગઠન સાથે સંકલન અંગે ચર્ચા થઈ શકે

નવી દિલ્હી : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાને મોદી સરકારના વરિષ્ઠ મંત્રીઓની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ, અશ્વિની વૈષ્ણવ, પીયૂષ ગોયલ અને અન્ય ઘણા મંત્રીઓ પણ હાજર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં સરકારના કામકાજ અને સંગઠન સાથે સંકલન અંગે ચર્ચા થઈ શકે છે. આ બેઠક દર અઠવાડિયે યોજાય છે.

 


 

(8:56 PM IST)