<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

મુંબઈના અંધેરી વિસ્તારમાં પાર્કિંગમાં પાર્ક કરેલા ચારથી પાંચ વાહનોમાં ભીષણ આગ

આગ ઝડપથી ફેલાતી હોવાથી ઘટનાસ્થળે અફડાતફડી મચી : ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

મુંબઈના અંધેરી વિસ્તારમાં ક્રિસ્ટલ ટાવરની સામે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પાસે પાર્કિંગમાં પાર્ક કરેલા ચારથી પાંચ વાહનોમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટના બપોરે 2.30 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે અચાનક વાહનોમાંથી ધુમાડો અને આગના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. આગ ઝડપથી ફેલાતી હોવાથી ઘટનાસ્થળે અફડાતફડી મચી ગઈ હતી. 

 આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. દરમિયાન, પોલીસ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓની મદદથી ઘટના સ્થળની આસપાસ પાર્ક કરેલા અન્ય વાહનોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.

(8:59 PM IST)