News of Wednesday, 16th April 2025
ગજબ! દુનિયાનું અનોખું ગામઃ જ્યાં લોકો એક દેશમાં ખાય છે અને સુવે છે બીજા દેશમાં
ગામનો અડધો ભાગ ભારતમાં છે તો અડધો ભાગ મ્યાનમારમાં છેઃ એટલું જ નહીં અહીંના લોકોના ઘર અને ખેતર પણ અલગ અલગ દેશમાં આવે છે દુનિયામાં એક એવું ગામ આવેલું છે જ્યાં લોકો વગર પાસપોર્ટ કે વિઝા વગર આવી જઈ શકે છે

નવી દિલ્હી તા.૧૬: નેપાળ અને ભૂટાનને છોડતા શું તમે અન્ય કોઈ દેશમાં પાસપોર્ટ અને વિઝા વગર જવા વિશે વિચાર્યું છે? નહીં ને. પરંતુ તમે ખોટા પડી શકો છો, કેમ કે, દુનિયામાં એક એવું ગામ આવેલું છે, જ્યાં લોકો પાસપોર્ટ અને વિઝા વગર બીજા દેશમાં સરળતાથી આવન-જાવન કરી શકે છે. અહીં નવાઈની વાત એ છે કે, આ ગામનો અડધો ભાગ ભારતમાં છે તો અડધો ભાગ મ્યાનમારમાં છે. એટલું જ નહીં અહીંના લોકોના ઘર અને ખેતર પણ અલગ અલગ દેશમાં આવે છે. આવો જાણીએ કે આખરે કયું છે આ ગામ અને કયાં આવેલું છે?
દુનિયાના આ અનોખા ગામનું નામ છે લોંગવા, જે મ્યાનમારની સીમા પર આવેલું એક માત્ર ગામ છે. તે નાગાલેન્ડની રાજધાની કોહિમાથી ૩૮૯ કિમી દૂર નોર્થ ઇસ્ટ તરફ મોન જિલ્લામાં આવેલું છે. આ ગામ ખૂબ જ સુંદર છે. આ ગામ મુખ્યત્વે જંગલો વચ્ચે વસેલું છે, જ્યાં આદિવાસી જનજાતિ રહે છે. તેનો અડધો ભાગ ભારતમાં છે, જ્યારે બાકીનો અડધો ભાગ મ્યાનમારમાં આવેલો છે. વર્ષ ૧૯૭૦-૭૧ વચ્ચે આ ગામની વચ્ચેથી બોર્ડર પસાર થઈ હતી, ત્યારથી તે બે ભાગમાં વહેંચાઈ ગયું.
બે ભાગમાં ગામ હોવાથી કેટલાક લોકોના ઘરોમાં કિચન ભારતમાં છે તો બેડરૂમ મ્યાનમારમાં છે. એ જ કારણ છે કે, લોકો ખાવા માટે ભારતમાં અને સુવા માટે મ્યાનમારમાં જાય છે. સીમા પર ગામ હોવાથી લોકોને અહીં બે દેશની નાગરિકતા આપવામાં આવી છે. એટલા માટે ગ્રામજનોને ભારત કે મ્યાનમારમાં જવા માટે પાસપોર્ટ કે વિઝાની જરૂર પડતી નથી. આ લોકો પાસપોર્ટ કે વિઝા વગર બંને દેશમાં સરળતાથી હરીફરી શકે છે.
આ ગામની ખાસિયત અહીંની પ્રાકળતિક સુંદરતા છે, અહીં ઘણાં પર્યટન સ્થળો આવેલા છે, જેમ કે, ડોયાંગ નદી, શિલાઈ સરોવર, હોંગકોંગ માર્કેટ, નાગાલેન્ડ સાયન્સ સેન્ટર વગેરે. અહીં તમે કાર કે ટુ-વ્હીલર લઈને સરળતાથી પહોંચી શકો છો. આ ઉપરાંત અહીંના મુખી પ્રથા ચાલી આવે છે, જે એકથી વધુ ગામોનો રાજા હોય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અહીં હાલના રાજાનું નામ વંશાનુગત દ અંગ છે. જેમનો દીકરો મ્યાનમાર આર્મીમાં છે. હાલમાં તેમના અંતર્ગત ૬૦ ગામ આવે છે. જેમાં મ્યાનમાર, નાગાલેન્ડ અને અરુણાચલ -દેશના અમુક ગામ પણ સામેલ છે
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
