<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

પોલીસ અને ન્યાયતંત્રની ખરાબ હાલત : દેશમાં બંગાળ સૌથી પાછળ: ઈન્ડિયા જસ્ટિસ રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો : ટોપ-૫ રાજ્યોમાં એક પણ ભાજપ શાસિત રાજ્ય નહીં

પોલીસિંગમાં તેલંગાણા પ્રથમ અને પશ્ચિમ બંગાળ અંતિમ સ્થાને : ન્યાયતંત્રમાં કેરળ ટોચ પર અને પશ્ચિમ બંગાળ તળિયે : બજેટ, ખાલી જગ્યાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, SC, ST, OBC અને મહિલાઓની નિમણૂક જેવા ૩૨ માપદંડો પર પોલીસ અને ન્યાયતંત્રની સ્થિતિનો ચોંકાવનારો અહેવાલ

નવી દિલ્હી: સર દોરાબજી ટાટા ટ્રસ્ટે મંગળવાર, ૧૫ એપ્રિલના રોજ 'ઈન્ડિયા જસ્ટિસ રિપોર્ટ ૨૦૨૫' જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં દેશમાં પોલીસ, જેલ, ન્યાયતંત્ર અને કાનૂની સહાયની સ્થિતિનો ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. આ તમામ બાબતોમાં ટોપ-૫ રાજ્યોમાં એક પણ ભાજપ શાસિત રાજ્ય નથી. ૧૮ મોટા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ ૧૭મા ક્રમે છે. ઈન્ડિયા જસ્ટિસ રિપોર્ટ અનુસાર, દેશમાં પોલીસ અને ન્યાયતંત્રની સ્થિતિ નીચે મુજબ છે.

- મધ્યપ્રદેશ અને અલ્હાબાદ હાઈકોર્ટના એક જજ પર ૧૫ હજાર કેસનો બોજ
- દેશભરમાં ૨૧,૨૮૫ જજ છે, પરંતુ હજુ પણ હાઈકોર્ટમાં ૩૩% અને નીચલી અદાલતોમાં ૨૧% જગ્યાઓ ખાલી છે.
- ૨૦૨૪ના અંત સુધીમાં પેન્ડિંગ કેસોની સંખ્યા ૫ કરોડ સુધી પહોંચી ગઈ છે. ૧૭ મોટા રાજ્યોની નીચલી અદાલતોમાં ૨૫%થી વધુ કેસો ૩ વર્ષથી પેન્ડિંગ છે.
- ન્યાયતંત્રમાં મહિલાઓની ભાગીદારીની વાત કરીએ તો નીચલી અદાલતોમાં ૩૮% અને હાઈકોર્ટમાં ૧૪% મહિલા જજ છે.
- દેશના ૨૮ રાજ્યોમાંથી ૬ રાજ્યોની અદાલતોએ તેમના SC/ST ક્વોટામાંથી ઓછામાં ઓછો ૮૦% ભરી દીધો છે.
- કર્ણાટક સિવાય કોઈ પણ રાજ્યમાં SC/ST ક્વોટા પૂરો ભરાયો નથી.
- માર્ચ ૨૦૨૫ના વસ્તી અંદાજ મુજબ, દેશની દર ૧૦ લાખની વસ્તી પર ૧૫ જજ છે, જ્યારે ખાલી જગ્યાઓ ભરાઈ જાય તો ૧૯ જજ થઈ જશે.
- વિધી આયોગે ૧૯૮૭માં ભલામણ કરી હતી કે દર ૧૦ લાખની વસ્તી પર ૫૦ જજ હોવા જોઈએ.
- માત્ર ૪ રાજ્યોની નીચલી અદાલતો અને હાઈકોર્ટમાં કેસ ક્લિયરન્સ રેટ એટલે કે કેસના નિકાલનો દર ૧૦૦%થી વધુ રહ્યો છે.
- ૨૦૨૪ના અંત સુધીમાં સિક્કિમ, ત્રિપુરા અને મેઘાલય સિવાય મોટાભાગની હાઈકોર્ટમાં દરેક જજ પર સરેરાશ ૧,૦૦૦થી વધુ કેસોનો બોજ હતો. મધ્યપ્રદેશ અને અલ્હાબાદ હાઈકોર્ટના દરેક જજ પર ૧૫ હજાર કેસોનો બોજ હતો.
- જિલ્લા સ્તરે દરેક જજ પર સરેરાશ ૫૦૦થી વધુ કેસો પેન્ડિંગ હતા, જેમાં કર્ણાટકમાં પ્રતિ જજ લગભગ ૧૭૫૦, કેરળમાં ૩૮૦૦ અને ઉત્તર પ્રદેશમાં ૪૩૦૦ કેસોનો બોજ હતો.
પોલીસિંગમાં ૯૦% મહિલાઓ કોન્સ્ટેબલ, બિહારમાં એક પોલીસકર્મી પર ૧૫૨૨ લોકોનો બોજ:
- ભારતમાં લગભગ ૨૦ લાખ પોલીસકર્મીઓ છે. તેમાંથી મહિલા પોલીસની સંખ્યા ૨.૪૨ લાખ છે.
- એક હજારથી પણ ઓછી મહિલાઓ વરિષ્ઠ હોદ્દા એટલે કે SP અને DG જેવા હોદ્દાઓ પર છે. ૮૦% મહિલાઓ કોન્સ્ટેબલ છે.
- દેશમાં ૨.૪૨ લાખ મહિલા પોલીસકર્મીઓમાંથી માત્ર ૯૬૦ IPS છે, જ્યારે દેશભરમાં કુલ IPS અધિકારીઓની સંખ્યા ૫૦૪૭ છે.
- જાન્યુઆરી ૨૦૧૭ થી જાન્યુઆરી ૨૦૨૩ દરમિયાન દેશભરમાં પોલીસ અધિકારીઓની ૬૪ હજાર નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી હતી, પરંતુ ભરતીઓ માત્ર ૪૪ હજાર જગ્યાઓ પર જ થઈ હતી.
- આ સમયગાળા દરમિયાન અધિકારીઓની ૨૮% થી ૩૨% જગ્યાઓ ખાલી રહી હતી. એટલે કે દરેક ચારમાંથી એક અધિકારીની જગ્યા ખાલી રહી હતી.
- દેશમાં એક પોલીસ પર ૮૩૧ લોકોની સેવા કરવાનો બોજ છે. બિહારમાં એક પોલીસ પર ૧૫૨૨ લોકો, ઓડિશામાં ૧૨૯૮ લોકો અને પશ્ચિમ બંગાળમાં એક પોલીસ પર ૧૨૭૭ લોકોનો બોજ છે.
- ૧૮ મોટા રાજ્યોમાં પંજાબની સ્થિતિ સૌથી સારી છે, જ્યાં એક પોલીસ પર ૫૦૪ લોકો છે.
- પોલીસિંગમાં SC સમુદાયની ભાગીદારી ૧૭% અને ST સમુદાયની ભાગીદારી ૧૨% છે.
 

(12:03 PM IST)