News of Wednesday, 16th April 2025
પૂંછમાં આતંકીઓ સાથે અથડામણઃ સેનાનો જવાન ઘાયલ

જમ્મુઃ પુંછ જિલ્લાના સુરનકોટના લસાના વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. સોમવારે રાત્રે આતંકીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરમિયાન આતંકીઓએ સેના પર ગોળીબાર કર્યો, જેમાં એક જવાન ઘાયલ થયો.
ભારતીય સેનાએ જણાવ્યું કે ઓપરેશન લસાના હેઠળ જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે મળીને સંયુક્ત અભિયાન ચલાવવામાં આવ્યું. ગોળીબારમાં ઘાયલ જવાનને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આતંકીઓને ભાગતા અટકાવવા સર્ચ ઓપરેશન ચાલુ છે. ગત સપ્તાહે કિશ્તવાડમાં ત્રણ દિવસના આતંકવાદ વિરોધી અભિયાનમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા હતા, જેમાં જૈશ-એ-મોહમ્મદનો એક મોનો કમાન્ડર સૈફુલ્લાહ પણ સામેલ હતો.
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
