News of Wednesday, 16th April 2025
ટ્રેનમાં હીટિંગ એલિમેન્ટ, પાણી અને બાયો-ટોઈલેટ ટેન્કમાં સિલિકોન હીટિંગ પેડ, ગરમ પાઈપલાઈન અને ભારતીય શૌચાલયોમાં હીટરનો સમાવેશઃ આ અપગ્રેડથી ટ્રેન કાશ્મીરના કઠોર શિયાળામાં પણ દોડી શકશે
કટરા-શ્રીનગર રૂટ પર હાલ એક જ વંદે ભારત ટ્રેન દોડશે, નરેન્દ્રભાઈના હસ્તે કટરા ખાતે ઉદ્ધાટન શનિવારઃ અભૂતપૂર્વ સુરક્ષા બંદોબસ્ત સેમી-હાઈ-સ્પીડ ટ્રેન ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક થઈને પસાર થશેઃ ૨૭૨ કિલોમીટરના રૂટમાં ૩૬ મુખ્ય ટનલઃ કટરા અને શ્રીનગર ૬ થી ૭ કલાકનું અંતર માત્ર ૩ કલાકમાં કાપશે

જમ્મુઃ કાશ્મીરને રેલ માર્ગે દેશભર સાથે જોડવાની કવાયત વચ્ચે શરૂઆતમાં આ રૂટ પર માત્ર એક જ ટ્રેન ચાલશે, જેનું ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૯ એપ્રિલ, શનિવારે કરશે. આ ટ્રેન દ્વારા મુસાફરો ૩ કલાકથી થોડા વધુ સમયમાં આ અંતર કાપી શકશે, જે હાલમાં ૬થી ૭ કલાક લે છે.
વડાપ્રધાનના કટરા આગમનને ધ્યાનમાં રાખીને રિયાસી, માહૌર, કટરા અને બનિહાલ સહિત વિવિધ વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ચિનાબ પુલ અને આસપાસના વિસ્તારોમાં તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ રેલ માર્ગ પર સેમી-હાઈ-સ્પીડ ટ્રેન ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક થઈને પસાર થશે, જે ૨૭૨ કિલોમીટરના રૂટમાં ૩૬ મુખ્ય ટનલ ધરાવે છે.
આ રૂટની ટનલ ટી-૫૦ (૧૨.૭૭ કિમી) ભારતની સૌથી લાંબી પરિવહન ટનલ છે, જે સુંબર અને ખારીને જોડે છે. ટનલ ટી-૮૦ (૧૧.૨ કિમી) બનિહાલ અને કાઝીગુંડ વચ્ચે પીર પંજાલ રેન્જની નીચે બનાવવામાં આવી છે, જે બરફથી ઢંકાયેલા પહાડી દર્રાઓને પાર કરીને કાશ્મીર સાથે દરેક ઋતુમાં સંપર્ક સુનિヘતિ કરે છે.
જમ્મુઃ જમ્મુથી કાશ્મીર સુધી રેલ માર્ગે મુસાફરી કરવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર છે. આ સપ્તાહે શરૂ થનારી વંદે ભારત ટ્રેન માત્ર અલગ જ નહીં, પરંતુ ખાસ પણ હશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૧૯ એપ્રિલે આ ચેર કારનું ઉદ્ધાટન કરશે, જે કટરા અને શ્રીનગર વચ્ચેનું અંતર માત્ર ૩ કલાકમાં પૂરું કરશે.
રેલ અધિકારીએ જણાવ્યું કે આ ટ્રેનમાં વિન્ડશીલ્ડમાં હીટિંગ એલિમેન્ટ, પાણી અને બાયો-ટોઈલેટ ટેન્કમાં સિલિકોન હીટિંગ પેડ, ગરમ પાઈપલાઈન અને ભારતીય શૌચાલયોમાં હીટરનો સમાવેશ થાય છે. આ અપગ્રેડથી ટ્રેન કાશ્મીરની કઠોર શિયાળામાં પણ ચાલી શકશે. આ ટ્રેનમાં ૮ કોચ છે, જેમાં એક એક્ઝિકયુટિવ ક્લાસ અને ૭ એસી ચેર કાર કોચનો સમાવેશ થાય છે.
(2:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
