તા. ૧૯ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧ સોમવાર
News of Wednesday, 16th April 2025
હમાસે નકાર્યો ઈઝરાયેલનો નવો યુધ્ધવિરામ પ્રસ્તાવ અમે શરણાગતિ નહીં સ્વીકારીએઃ હમાસનો હુંકાર

જેરૂસલેમઃ હમાસે ઈઝરાયેલના યુધ્ધવિરામ પ્રસ્તાવને નકારી દીધો છે, જે ગાઝાના તમામ સશષા જૂથોને ઈઝરાયેલની શરણાગતિ સ્વીારવા કહે છે.
હમાસે ઈઝરાયેલી વડાપ્રધાન નેતન્યાહુ પર ૧૮ મહિનાના યુધ્ધનો અંત લાવવાના પ્રયાસોને બરબાદ કરવાનો આક્ષેપ મુકાયો છે. હમાસના વરિષ્ઠ અધિકારી સામી અબુ ઝુહરીએ સોમવારે અલ જઝીરા અરેબિકને જણાવ્યું હતું કે હમાસ અમારા લોકોની વેદનાને દૂર કરતી તમામ ઓફરો માટે તૈયાર છીએ પણ નવી ઈઝરાયેલી દરખાસ્ત પેલેસ્ટીનીયાનોને શરણાગતિ માટે સંમત થવાની માંગ કરી રહી હતી.
આબુ ઝુહરીએ કહ્યું, નેતન્યનહુ યુધ્ધ વિરામ કરારને તોડી પાડવા માટે અશ્કય શરતો મુકી રહ્યા છે. તેમની તાજેતરની દરખાસ્તમાં તેઓ યુધ્ધની સંપૂર્ણ સમાપ્તિ માટે પ્રતિબધ્ધ નથી. તેઓ માત્ર બંદીવાનોને છોડાવવા માંગે છે. અને તમામ જીવંત અને મૃત બંદીઓને મુક્ત કરવા તૈયાર છીએ પણ એક વાર યુધ્ધ સમાપ્ત થાય અને ગાઝા પટ્ટીમાંથી તેમના દળો પાછા ખેંચાય તે પછી
તેમણે કહ્યું ‘‘હમાસ ચળવળ માટે શરણાગતિએ વિકલ્પ નથી અને અમે અમારા લોકોની ઈચ્છાને તોડવાનું નહીં સ્વીકારીએ હમાસ શરણાગતિ નહીં સ્વીકારે, સફેદ ધ્વજ નહીં ઉઠાવે અને કબજા સામે તમામ દબાણ કાર્ડનો ઉપયોગ કરશે.(૪૦.૨૦)
(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
