<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

BRTS બસ પણ યમદૂત જેવીઃ ઇમરજન્‍સી બ્રેકનો અભાવ

બે મહિના પહેલા માધાપર વિસ્‍તારમાં એક વ્‍યકિતને ઉલાળી ગંભીર ઇજા પહોચાડેલ

રાજકોટઃશહેરમાં રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશન (આર એમ સી)ની સિટી બસના અકસ્‍માતમાં ઈન્‍દિરા સર્કલ ખાતે ચાર લોકોના મોત થયા છે. આ દ્યટના શહેરના ટ્રાફિક વ્‍યવસ્‍થાપન અને બસોની સલામતીના અભાવને લઈને ગંભીર સવાલો ઉભા કરે છે. આ ઉપરાંત, બે મહિના પહેલા માધાપર વિસ્‍તારમાં બીઆરટીએસ બસે એક વ્‍યક્‍તિને ગંભીર રીતે ઈજા પહોંચાડી હતી, જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે.

સૂત્રો અનુસાર, આરએમસીના બસ ફ્‌લીટમાં ‘‘ઓટોનોમસ ઈમરજન્‍સી બ્રેકિંગ સિસ્‍ટમ'' (એઈબી) જેવી આધુનિક સલામતી ટેક્‍નોલોજીનો અભાવ છે, જે અકસ્‍માતોને ઘટાડવામાં મહત્‍વની ભૂમિકા ભજવી શકે છે. ઈન્‍દિરા સર્કલ ખાતે થયેલા અકસ્‍માતમાં બસના ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્‍યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્‍યું છે, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને ડ્રાઈવર સામે કાર્યવાહીની શક્‍યતા છે.

બીજી તરફ, બે મહિના પહેલા માધાપર ચોકડી પાસે BRTS બસે એક રાહદારીને ગંભીર રીતે ઈજા પહોંચાડી હતી. આ દ્યટનાએ પણ ય્‍પ્‍ઘ્‍ અને BRTS નીબસ સેવાઓની સલામતી પર પ્રશ્નો ઉભા કર્યા હતા. શહેરના નાગરિકો અને ટ્રાફિક નિષ્‍ણાતોનું માનવું છે કે જો બસોમાં આધુનિક સલામતી સુવિધાઓ જેવી કે એઇબી સિસ્‍ટમ હોત, તો આવા અકસ્‍માતો ટાળી શકાતા હોત.આઘટનાઓએ રાજકોટમાં જાહેર પરિવહનની સલામતી અને નાગરિકોના જીવનના રક્ષણ માટે તાકીદે પગલાં લેવાની જરૂરિયાતને રેખાંકિત કરી છે. આર એમ સીને હવે બસોમાં આધુનિક ટેક્‍નોલોજીનો સમાવેશ કરવા અને ડ્રાઈવરોની તાલીમ માટે નક્કર પગલાં લેવાની માંગ ઉઠી રહી છે.

(3:50 PM IST)