<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

જવાબદારો સામે આકરા પગલા લેવાશેઃ તુષાર સુમેરા

અકસ્‍માત સર્જનાર બસ ડ્રાઇવર શિશુપાલસિંહ રાણાને તાત્‍કાલીક ફરજ પરથી હટાવાયો

રાજકોટ, તા., ૧૬: આજે તા.૧૬-ના સવારે ૦૯.૫૧ વાગ્‍યે ઇન્‍દીરા સર્કલ પાસે, ૧૫૦ ફૂટ રિંગ રોડ ખાતે સિટી બસ નંબર GJ-03 BZ 0466 થી જે દુર્ઘટના બની છે. તેમાં ચાર લોકોના મળત્‍યુ નીપજેલ છે. જેની જવાબદારી સાબીત થશે તેની સામે આકરા પગલા લેવામાં આવશે તેમ મ્‍યુનિ. કમિશ્નર તુષાર સુમેરાએ જણાવ્‍યું હતું. 

આ કરુણ ઘટનામાં ઉદાહરણરૂપ કડક કાર્યવાહી કરવામાં આવશે. અકસ્‍માત સર્જનાર બસના ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાને તાત્‍કાલિક અસરથી ટર્મિનેટ કરવા સુચના આપવામાં આવેલ છે તેમજ યોગ્‍ય તપાસ બાદ સિટી બસ ઓપરેશન સાથે સંકળાયેલ વિશ્વમ એજન્‍સી સામે પણ આકરા પગલાં લેવામાં આવશે. (૪.૩૧)ઇન્‍દિરા સર્કલની અકસ્‍માતની ભયાનક ઘટના અંગે મામલતદારને દોડાવતા કલેકટર

રાજકોટ તા. ૧૬ :.. આજે સવારે કોર્પોરેશનની સીટી બસે ઇન્‍દિરા સર્કલ પાસે ભયાનક અકસ્‍માત સર્જતા ૪ ના કરૂણ મોત નીપજયા છે, ૪ને ઇજા પહોંચી છે, દરમિયાન આ ઘટનાની જાણ થતા કલેકટર શ્રી પ્રભવ જોષીએ તાબડતોબ પોતાના  પશ્ચિમી મામલતદાર શ્રી અજીતકુમારને ઘટના સ્‍થળે દોડાવ્‍યા હતાં.

કલેકટરની સુચના બાદ  પશ્ચિમી વિસ્‍તારના મામલતદાર પોતાની ટીમ સાથે ઘટના સ્‍થળે દોડી ગયા હતા, અને ઇજાગ્રસ્‍ત હોસ્‍પીટલે પહોંચાડવા અંગે તથા મૃતદેહોને  સીવીલ હોસ્‍પીટલ પી. એમ. માટે લઇ જવા અંગે તમામ વ્‍યવસ્‍થા કરી હતી, બાદમાં મામલતદાર અને તેમની ટીમ સીવીલ હોસ્‍પીટલ દોડી ગઇ હતી, ત્‍યાં તમામ વ્‍યવસ્‍થા કરાવી, ઇન્‍કવેસ્‍ટ ભરવાની કાર્યવાહી હાથ ધરી હતી, આ લખાય છે. ત્‍યારે બપોરે રii વાગ્‍યે મામલતદાર અને તેમની ટીમ સીવીલ હોસ્‍પીટલે છે, સાંજે કલેકટરને રીપોર્ટ કરશે. (પ-રપ)

(4:01 PM IST)