News of Wednesday, 16th April 2025
સંગીતાબેન નેપાળી વિધવા હતાં: બ્યુટી સલૂનમાં નોકરીએ જતી વખતે મોત થયું

રાજકોટઃ જે ચાર લોકોના સીટી બસની ઠોકરે મૃત્યુ થયા તેમાં એક અક્ષર માર્ગ પર એડમ સલૂન પાસે રહેતાં સંગીતાબેન બેલબહાદુર ચોૈધરી-નેપાળી (ઉ.વ.૪૦) પણ સામેલ છે. મુળ નેપાળના સંગીતાબેન વિધવા હતાં અને હાલ એકલા રહેતાં હતાં. તે ઇન્દિરા સર્કલ પાસે બ્યુટી સલૂનમાં નોકરી કરી ગુજરાન ચલાવતાં હતાં. સવારે નોકરી પર જતી વખતે તેમને અકસ્માત નડયો હતો અને મોત થયું હતું. તેને મુકવા જઇ રહેલા સગા સુરજને ઇજા પહોંચી હતી. (૧૪.૧૩)
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
