<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

કોટેચા ચોકના કિરણબેન કક્કડ પુત્રવધૂ સાથે સ્‍વીમિંગ પૂલે જવા નીકળ્‍યા હતાં: ઠોકર લાગતાં પટકાયા અને બસ નીચે આવી જતાં મોતઃ પુત્રવધુ નેહાબેનનો ઇજા સાથે બચાવ

રાજકોટઃ સીટી બસની ઠોકરે મોતને ભેટેલા કોટેચા ચોક નજીક શાંતિ નિકેતન કોલોની બી-૧૮માં રહેતાં કિરણબેન ચંદ્રેશભાઇ ક્કકડ (ઉ.વ.૫૬) સવારે પુત્રવધૂ નેહાબેન જીતભાઇ કક્કડ સાથે તેના ટુવ્‍હીલરમાં બેસી યુનિવર્સિટી રોડ પર આવેલા સ્‍વીમિંગ પૂલ ખાતે જઇ રહ્યા હતાં. સાસુ-વહૂનો આ નિત્‍યક્રમ હતો. ઇન્‍દિરા સર્કલે સિગ્નલ ખુલતાં બંને આગળ વધ્‍યા ત્‍યાં જ પાછળથી સીટી બસની ટક્કર લાગતાં સાસુ-વહુ બંને વાહન સહિત ફંગોળાઇ ગયા હતાં. જેમાં કિરણબેન જમણી તરફ ફેંકાઇ જતાં તેમની માથે બસ ફરી વળી હતી અને પુત્રવધૂ નેહાબેન ક્કક્‍ડ ડાબી તરફ ફેંકાઇ જતાં તેમને હાથમાં ઇજા થઇ હતી અને બચાવ થયો હતો. કિરણબેનને ગંભીર હાલતમાં ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ટુંકી સારવારને અંતે દમ તોડી દેતાં કક્કડ પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. કિરણબેનના પતિ વેપાર કરે છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. (૧૪.૧૩)

(3:55 PM IST)