<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

ટ્રમ્‍પનું આર યા પાર...ચીન પાસેથી વસુલશે ૨૪૫% ટેરિફ

અમેરિકાએ ચીન ઉપર ફોડયો વધુ એક ‘ટેરિફ બોંબ' : ટે રિફ વોર વધુ ઘેરી બની:અમેરિકામાં સામાન મોકલવા પર ચીને ચુકવવી પડશે ૨૪૫ ટકા ટેરિફ : અમેરિકાનાં ટેરિફ બોંબ સામે ‘ડ્રેગન' શું કરશે ? જબરી ઉત્‍સુકતા

નવી દિલ્‍હી, તા.૧૬: અમેરિકાએ ચીન પર વધુ એક ટેરિફ બોંબ ફોડયો છે. અમેરિકાએ ચીની માલની આયાત પર ૨૪૫ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. અત્‍યાર સુધી તે ૧૪૫ ટકા લાગતું હતું, પરંતુ જ્‍યારે ચીને પણ બદલો લીધો અને ચીની આયાત પર ટેરિફ વધારીને ૧૨૫ ટકા કર્યો, ત્‍યારે અમેરિકાએ પણ તેમાં વધારો કર્યો. વ્‍હાઇટ હાઉસે માહિતી આપી હતી કે ચીની માલની આયાત પર હવે ૨૪૫ ટકા ટેરિફ લાદવામાં આવશે. અત્‍યાર સુધી ચીન પર ૧૪૫ ટકા ટેરિફ લાદવામાં આવતો હતો, પરંતુ તેમાં એક સાથે ૧૦૦ ટકાનો વધારો કરવામાં આવ્‍યો. અમેરિકા તરફથી આ નિર્ણય ખૂબ જ કડક છે, જ્‍યારે તેણે ભારત સહિત તમામ દેશો પર લાદવામાં આવેલા ટેરિફને ૯૦ દિવસ માટે બંધ કરી દીધા છે. અમેરિકાએ ચીન પર વધુ ટેરિફ લગાવવાથી હવે ટેરિફ વોર ઘેરુ બન્‍યુ. હવે ડ્રેગન શું કરશે ? એ ચર્ચાનો વિષય બન્‍યો છે.

એવું માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન અન્‍ય દેશો અમેરિકા સાથે વેપાર સોદા કરી શકે છે. ભારત અને અમેરિકા વચ્‍ચે બેકચેનલ દ્વારા વેપાર સોદા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. એવી ચર્ચા છે કે આ માટે મે મહિનાથી બેઠકોની શ્રેણી શરૂ થઈ શકે છે. ચીન અંગે અમેરિકાનું વલણ એવું છે કે તે ટેરિફનો જવાબ ટેરિફથી આપી રહ્યું છે, જ્‍યારે તેણે પોતાની ભૂલ સ્‍વીકારવી જોઈએ. ટ્રમ્‍પ વહીવટીતંત્ર કહે છે કે અમેરિકા અન્‍ય દેશોના માલ પર ઓછો કર લાદે છે, જ્‍યારે ચીન અને ભારત સહિત ઘણા દેશો તેની નિકાસ પર ભારે કર વસૂલ કરે છે.

આના જવાબમાં તેઓએ ટેરિફ યુદ્ધ શરૂ કર્યું છે. તમને જણાવી દઈએ કે વ્‍હાઇટ હાઉસનું કહેવું છે કે ચીનનું વલણ હઠીલું છે, જ્‍યારે વિશ્વના લગભગ ૭૫ દેશોએ વેપાર સોદા માટે તેનો સંપર્ક કર્યો છે. આ કારણોસર, તેણે ઘણા દેશો પરના ટેરિફને ૯૦ દિવસ માટે મુલતવી રાખ્‍યા છે અને ત્‍યાં સુધી કોઈ સર્વસંમતિ પર પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન ફક્‍ત ૧૦% નો મૂળભૂત ટેરિફ લાગુ થશે. તમને જણાવી દઈએ કે અમેરિકાએ પણ ભારત પર ૨૬ ટકા ટેરિફ લાદ્યો હતો, જે હાલમાં મોકૂફ રાખવામાં આવ્‍યો છે. આના પરિણામે, ભારતીય શેરબજારમાં હવે ઉત્‍સાહ છે અને ઘણા દિવસોના ઘટાડા પછી, વળદ્ધિનો સમયગાળો જોવા મળી રહ્યો છે.(૨૩.૨૩)

(4:10 PM IST)