News of Wednesday, 16th April 2025
દિલ્હી બોમ્બ ધમકી: દ્વારકા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સમગ્ર પરિસર ખાલી કરાવાયું; સર્ચ ઓપરેશન શરૂ
સુરક્ષા કર્મચારીઓએ પક્ષકારો અને વકીલોને ત્યાંથી ચાલ્યા જવા કહ્યું. બાર સભ્યોએ વકીલો અને પક્ષકારોને શાંત રહેવા અને ગભરાટ ન ફેલાવવા અપીલ કરી: હજુ સુધી કંઈ શંકાસ્પદ મળ્યું નથી. મંગળવારે મોડી રાત્રે ધમકીનો ઈમેલ મળ્યો હતો. સુરક્ષા એજન્સીઓ સતર્ક

નવી દિલ્હી 16 એપ્રિલ 2025: દિલ્હીની દ્વારકા કોર્ટને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. બુધવારે સવારે બોમ્બની ધમકી મળ્યા બાદ દ્વારકા કોર્ટ ખાલી કરાવી દેવામાં આવી હતી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે પીસીઆરને સવારે લગભગ ૧૦.૪૫ વાગ્યે કોલ મળ્યો. જેમાં કહેવામાં આવ્યું હતું કે દ્વારકા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીવાળો ઈમેલ મળ્યો છે. અધિકારીએ જણાવ્યું હતું કે મંગળવારે મોડી રાત્રે ઈમેલ મળ્યો હતો અને કોર્ટના અધિકારીઓએ બુધવારે સવારે પોલીસને તેના વિશે જાણ કરી હતી.
બોમ્બની ધમકીની માહિતી મળતા જ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ. તેઓએ તાત્કાલિક સમગ્ર કોર્ટ પરિસર ખાલી કરાવ્યું. અને બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જોકે, હજુ સુધી કંઈ શંકાસ્પદ મળ્યું નથી.
મળતી માહિતી મુજબ, બુધવારે સવારે દ્વારકા કોર્ટમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જે બાદ ન્યાયિક કાર્યવાહી બંધ કરી દેવામાં આવી હતી અને કોર્ટ રૂમ ખાલી કરાવી દેવામાં આવ્યા હતા. મંગળવારે મોડી રાત્રે ધમકી બાદ, ન્યાયાધીશ કોર્ટરૂમ છોડીને ગયા અને સુરક્ષા કર્મચારીઓએ પક્ષકારો અને વકીલોને ત્યાંથી ચાલ્યા જવા કહ્યું. બાર સભ્યોએ વકીલો અને પક્ષકારોને શાંત રહેવા અને ગભરાટ ન ફેલાવવા અપીલ કરી.
(5:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
