<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

સ્‍પેનમાં હાઇ-સ્‍પીડ ટ્રેનો અથડાતા ૬૮ લોકોના મોત

ઘણા કોચ કાટમાળમાં ફેરવાઈ ગયા, આ ટ્રેનોની સરેરાશ ગતિ ૨૦૦ કિમી પ્રતિ કલાકથી વધુ હતી

મેડ્રિડ તા.૨૯: બુધવારે સ્‍પેનના ટોલેડો પ્રાંતમાં બે હાઇ-સ્‍પીડ ટ્રેનો અથડાઈ હતી. ડીડી ન્‍યૂઝ અનુસાર, આ અકસ્‍માતમાં ૬૮ લોકો માર્યા ગયા હતા અને ૧૭૯ ઘાયલ થયા હતા. રાહત અને બચાવ કામગીરી માટે કટોકટી અને તબીબી ટીમો ઘટનાસ્‍થળે પહોંચી હતી.

સ્‍પેનિશ મીડિયા અનુસાર, આ અકસ્‍માત સ્‍થાનિક સમય મુજબ સવારે ૯ વાગ્‍યે મોરા અને ઓર્ગાઝ શહેરો વચ્‍ચે થયો હતો. એક ટ્રેન ધીમે ધીમે આગળ વધી રહી હતી ત્‍યારે બીજી ટ્રેન પાછળથી તેની સાથે અથડાઈ હતી.

આ અકસ્‍માત એટલો ગંભીર હતો કે ઘણા કોચને ભારે નુકસાન થયું હતું. અકસ્‍માત બાદ, રાજધાની મેડ્રિડને દક્ષિણ એન્‍ડાલુસિયા પ્રદેશ સાથે જોડતી રેલ્‍વે લાઇન બંધ થઈ ગઈ હતી.

બંને ટ્રેનો રાજ્‍યની માલિકીની રેન્‍ફે અને ખાનગી કંપની ઇરિયોની હતી. આ ટ્રેનો સામાન્‍ય રીતે ૨૦૦ કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપે પહોંચે છે.

(9:58 AM IST)