News of Thursday, 17th April 2025
સારા ચોમાસાથી FMCG કંપનીઓને રાહતની અપેક્ષાઃ ગ્રામીણ અને શહેરોમાં માંગ વધશે
દેશની ૬૫ ટકા વસ્તી દેશના ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. કંપનીઓના મતે, જો ખરીફ પાક સારો થશે તો લોકોની આવક વધશે અને તેમને તેનો ફાયદો પણ મળશે : સામાન્ય કરતાં વધુ વરસાદ ગ્રામીણ વિસ્તારોમાં માંગમાં વધારો કરશેઃ છેલ્લા કેટલાક મહિનાઓમાં આ ક્ષેત્રોમાં માંગમાં સુધારો જોવા મળી રહ્યો છે

આ વર્ષે ચોમાસા દરમિયાન સામાન્યથી વધુ વરસાદની આગાહીને પગલે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) કંપનીઓ દેશના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં વેચાણમાં વધારો થવાની અપેક્ષા રાખી રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન દેશમાં ઐતિહાસિક સરેરાશ ૮૭ સેમી કરતાં ૫ ટકા વધુ વરસાદ પડશે.
ગ્રાહક કંપનીઓનું કહેવું છે કે દેશમાં સતત ચોથા વર્ષે ચોમાસામાં પૂરતા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ કંપનીઓએ જણાવ્યું હતું કે દેશની ૬૫ ટકા વસ્તી દેશના ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. કંપનીઓના મતે, જો ખરીફ પાક સારો થશે તો લોકોની આવક વધશે અને તેમને તેનો ફાયદો પણ મળશે.
સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં વાર્ષિક ૧૨ લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં આપવાની પણ જાહેરાત કરી છે. ઉપરાંત, દેશમાં સામાન્યથી વધુ વરસાદની આગાહી વપરાશને વધુ શક્તિ આપી શકે છે. AWL એગ્રી બિઝનેસના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ અંશુ મલિકે જણાવ્યું હતું કે, સામાન્ય કરતાં વધુ વરસાદ ગ્રામીણ વિસ્તારોમાં માંગમાં વધારો કરશે. છેલ્લા કેટલાક મહિનાઓમાં આ ક્ષેત્રોમાં માંગમાં સુધારો જોવા મળી રહ્યો છે.
હવે સારા ચોમાસાને કારણે માંગમાં વધુ વધારો થશે. મલિકે જણાવ્યું હતું કે ખાદ્ય ફુગાવો લગભગ ૪ ટકા છે. વધતી ઉપજ ફુગાવામાં વધુ ઘટાડો કરી શકે છે. અન્ય ગ્રાહક કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓએ પણ આ જ અભિપ્રાય વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે સારા ચોમાસાને કારણે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં માંગ વધશે.
પારલે પ્રોડક્ટ્સના વાઇસ પ્રેસિડેન્ટ મયંક શાહે જણાવ્યું હતું કે, શહેરી માંગમાં સુધારો દેખાવા લાગ્યો છે અને સામાન્યથી વધુ વરસાદની આગાહી ગ્રામીણ માંગ માટે સારા સમાચાર છે. ગ્રામીણ વિસ્તારો માટે સારો ચોમાસું એક મહત્વપૂર્ણ પરિબળ છે. આનાથી ઇનપુટ ખર્ચને નિયંત્રણમાં રાખવામાં પણ મદદ મળશે કારણ કે ઉપજ પણ વધુ રહેવાની અપેક્ષા છે.
ઝાયડસ વેલનેસના ચીફ એક્ઝિકયુટિવ ઓફિસર તરુણ અરોરાએ જણાવ્યું હતું કે, જો વરસાદ મજબૂત રહેશે, તો ફુગાવો ઘટવો જોઈએ. આનાથી શહેરી વિસ્તારોમાં ફુગાવો ઘટશે અને ગ્રામીણ વિસ્તારોમાં માંગની સ્થિતિ પણ મજબૂત થશે. આગાહી માત્ર વપરાશમાં વધારો કરશે નહીં પરંતુ સમગ્ર અર્થતંત્રને પણ મજબૂત બનાવશે.
NIQ ના તાજેતરના ડેટા અનુસાર, ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટર (નાણાકીય વર્ષ ૨૦૨૫) માં શહેરી અને ગ્રામીણ માંગમાં વધારો જોવા મળ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે ભારતના મોટાભાગના પ્રદેશોમાં, ગ્રામીણ વિસ્તારોએ શહેરી વિસ્તારો કરતાં સતત સારું પ્રદર્શન કર્યું છે.
મેરિકો, ડાબર ઈન્ડિયા અને AWL એગ્રી બિઝનેસે તેમના ત્રિમાસિક અંદાજમાં જણાવ્યું છે કે જાન્યુઆરીથી માર્ચ (FY25 ના ચોથા ક્વાર્ટરમાં) ગ્રામીણ વિસ્તારોમાં માંગની સ્થિતિ શહેરી વિસ્તારો કરતા સારી રહી છે.(૪૦.૯)
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
