News of Thursday, 17th April 2025
દેશમાં ઓછું સોનું આવ્યું પણ આયાત બિલ ૩૦% વધ્યું
મોંઘાદાટ સેનાએ બગાડયો ખેલ : સોનાની આયાતમાં વાર્ષિક ધોરણે ૨૦૫%નો વધારો થયોઃ માર્ચમાં સોનાની આયાત $૪.૪૮ બિલિયન રહી હતી

નવી દિલ્હીઃ સોનાની આયાતમાં એક વર્ષ પહેલાની સરખામણીમાં ૨૦૫%નો વધારો થયો છે. ગયા નાણાકીય વર્ષના કોઈપણ મહિનામાં વાર્ષિક ધોરણે આ બીજો સૌથી મોટો ઉછાળો હતો. સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૨૫ માટે સોનાની આયાત એક વર્ષ પહેલા કરતા ૩૦% વધુ હતી. આ સમયગાળા દરમિયાન સોનાની આયાત એક વર્ષ પહેલાં કરતાં ઓછી હતી, પરંતુ ભાવમાં ૩૪%ના ઉછાળાને કારણે આયાતના આંકડામાં વધારો થયો. સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે.
માર્ચમાં સોનાની આયાત રૂ. ૩૮૭૮૪.૧૧ કરોડ (઼૪.૪૮ બિલિયન) રહી હતી, જે એક વર્ષ અગાઉના સમાન મહિનામાં રૂ.૧૨૭૧૮.૬૯ કરોડ હતી. આ રીતે ૨૦૪.૯%નો વધારો થયો.
ગયા નાણાકીય વર્ષમાં કોઈપણ મહિનામાં સૌથી મોટો વાર્ષિક ઉછાળો એપ્રિલમાં હતો, જ્યારે સોનાની આયાત ૨૦૯% વધીને $૩૧૧.૪ મિલિયન થઈ હતી. જ્યારે નવેમ્બરમાં આયાત $૯.૮ બિલિયન રહી, જે એક વર્ષ પહેલા કરતા ૧૮૮% વધુ છે. ઓગસ્ટમાં સોનાની આયાત ૧૦૬.૪% વધીને ૮૪,૪૦૦ કરોડ રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ.
વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૨૫માં સોનાની આયાત $૫૮.૦૧ બિલિયન (રૂ. ૪૮૯૭૫૦.૪૭ કરોડ) રહી હતી, જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૪માં આ આંકડો ઼૪૫.૫૪ બિલિયન હતો.
નાણાકીય વર્ષ ૨૦૨૫માં માત્ર ૭ લાખ ૫૭ હજાર ૧૫૦ કિલો સોનાની આયાત કરવામાં આવી હતી, જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૪માં ૭ લાખ ૯૫ હજાર ૩૨૦ કિલો સોનાની આયાત કરવામાં આવી હતી. પરંતુ નાણાકીય વર્ષ ૨૦૨૪માં ભાવ પ્રતિ કિલો $૫૭૨૬૨.૮૬ હતો, જે ૨૦૨૫માં ૭૬૬૧૧.૭૩ ડોલર પ્રતિ કિલો થઈ ગયો.
માર્ચમાં તેની નિકાસ રૂ. ૨૫૧૦૧.૬૮ કરોડ થઈ હતી, જે એક વર્ષ અગાઉની સરખામણીમાં ૧૫.૪૭% વધુ છે. સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૨૫ માં, નિકાસ ૬.૮૩% ઘટીને ૨૫૨૩૮૭ કરોડ રૂપિયા રહી
કામા જ્વેલરીના એમડી કોલિન શાહે જણાવ્યું હતું કે, પુનરુત્થાનની લાંબી રાહ જોયા પછી, માર્ચમાં થોડો વધારો રાહત આપનારો છે, પરંતુ સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન નિકાસમાં ઘટાડો ચિંતાનો વિષય છે. આ ક્ષેત્ર મોટા પાયે રોજગારી પૂરી પાડે છે. વૈશ્વિક અનિヘતિતા નકારાત્મક અસર કરી શકે છે. ટૂંક સમયમાં કેટલાક રાહત પગલાં લેવા જોઈએ.(૪૦.૭)
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
