<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

૫ વર્ષથી મૃત જાહેર કરાયેલો પુરુષ ઓટો ચલાવતો મળી આવ્‍યો

પત્‍નીએ હત્‍યાનો કેસ દાખલ કર્ર્યો હતો

લખનૌ/આઝમગઢ તા.૧૭: ઉત્તર પ્રદેશ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે જેને પાંચ વર્ષ પહેલા મૃત માનવામાં આવ્‍યો હતો. આરોપી અરવિંદ ચૌહાણની લખનૌના મડિયાણવ વિસ્‍તારમાં સ્‍થિત ત્‍ત્‍પ્‍ નજીકથી ધરપકડ કરવામાં આવી હતી. તે ૨૦૧૯ થી ફરાર હતો અને તેણે પોતાને મૃત સાબિત કર્યો હતો, જ્‍યારે વાસ્‍તવમાં તે રાજધાનીમાં ઓટો ચલાવીને ગુજરાન ચલાવતો હતો. આરોપી અરવિંદ ૨૦૦૬ થી આઝમગઢ જિલ્લાના જહાંગંજ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં આવેલી ખાનગી કંપની અલ્‍કેમિસ્‍ટ લિમિટેડમાં માર્કેટિંગ એજન્‍ટ તરીકે કામ કરી રહ્યો હતો. આઝમગઢ પોલીસે એક -ેસ કોન્‍ફરન્‍સમાં આ વાતનો ખુલાસો કર્યો છે.

આ કંપની રોકાણના નામે લોકો પાસેથી પૈસા વસૂલતી હતી. ૨૦૧૭ માં કંપની અચાનક બંધ થઈ ગઈ, ત્‍યારબાદ અરવિંદ પર જનતા અને તેના સંબંધીઓને કરોડો રૂપિયા પરત કરવાનું દબાણ વધી ગયું. આ દબાણથી બચવા માટે, અરવિંદે ૧૯ જુલાઈ ૨૦૧૯ ના રોજ પોતાનો મોબાઈલ ઘરે મૂકીને લખનૌ ભાગી જવાની યોજના બનાવી. લખનૌ પહોંચ્‍યા પછી, અરવિંદે IIM પાસે એક રૂમ ભાડે લીધો અને ત્‍યાં ઓટો રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું. આ સમય દરમિયાન, તે અલગ અલગ મોબાઇલ નંબર પરથી વોટ્‍સએપ કોલ્‍સ દ્વારા તેની પત્‍ની અને બાળકોના સંપર્કમાં રહ્યો. દરમિયાન, પરિવાર તેના ગુમ થવા અંગે ચિંતા કરવા લાગ્‍યો.

તમને જણાવી દઈએ કે ૩૦ જુલાઈ, ૨૦૧૯ ના રોજ, તેના સાળા પ્રકાશ ચૌહાણે જયાપુર પોલીસ સ્‍ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. બાદમાં તેમની પત્‍ની સુનિતા ચૌહાણે કોર્ટ દ્વારા અરવિંદની હત્‍યાનો કેસ દાખલ કર્યો, જેમાં વાસુદેવ અને ઘરબરન ચૌહાણને આરોપી બનાવવામાં આવ્‍યા. જોકે, તપાસ દરમિયાન એક મોટો ખુલાસો ત્‍યારે થયો જ્‍યારે પોલીસે અરવિંદ અને તેની પત્‍ની વચ્‍ચેની વોટ્‍સએપ ચેટ વિશે માહિતી મેળવી.

આનાથી સ્‍પષ્ટ થયું કે અરવિંદ જીવિત છે અને તેની પત્‍ની સાથે સતત સંપર્કમાં હતો. આ પછી, ઓપરેશન મુસ્‍કાન હેઠળ, શહેર કોતવાલી પોલીસ ૫ વર્ષ અને ૯ મહિના પછી અરવિંદની ધરપકડ કરવામાં સફળ રહી. આઝમગઢ એસપીએ જણાવ્‍યું હતું કે પૂછપરછ દરમિયાન અરવિંદે એ પણ કબૂલાત કરી હતી કે તેણે વાસુદેવ ચૌહાણ સાથે ૪.૪૨ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી.(૩૮.૧૦)

(10:05 AM IST)