<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

લોન હવે સસ્‍તી થઈ શકે છે, EMI ઓછી થશે ....SBIનો અંદાજ

ફુગાવાના દરમાં સતત ઘટાડો અને આ વખતે સારા ચોમાસાની શકયતાને કારણે, લોન સસ્‍તી થઈ શકે છે અને લોકો માટે EMI ઓછી થઈ શકે છે : જો કેન્‍દ્રીય બેંક રેપો રેટ ઘટાડે છે, તો તેનો સીધો ફાયદો તે લોકોને થશે જેમની પાસે પહેલાથી જ હોમ લોન, કાર લોન અથવા અન્‍ય કોઈપણ પ્રકારની લોન છે અથવા જેઓ ભવિષ્‍યમાં લોન લેવાની યોજના બનાવી રહ્યા છે

નવી દિલ્‍હી તા.૧૭: ફુગાવાના દરમાં સતત ઘટાડો અને આ વખતે સારા ચોમાસાની શકયતાને કારણે, લોન સસ્‍તી થઈ શકે છે અને લોકો માટે EMI ઓછી થઈ શકે છે. આગામી થોડા મહિનામાં બેંકો તમામ પ્રકારની લોન પર વ્‍યાજ દરમાં વધુ ઘટાડો કરે તેવી અપેક્ષા છે. દેશની અગ્રણી જાહેર ક્ષેત્રની બેંક SBI એ અંદાજ લગાવ્‍યો છે કે રિઝર્વ બેંક જૂન અને ઓગસ્‍ટમાં રેપો રેટમાં ૦.૫૦ ટકાનો ઘટાડો કરી શકે છે.

ફુગાવામાં ઘટાડો અને સારા ચોમાસાની આગાહી

બેંક દ્વારા જારી કરાયેલા અહેવાલમાં કહેવામાં આવ્‍યું છે કે દેશમાં ફુગાવાનો દર સતત ઘટી રહ્યો છે. માર્ચમાં ફુગાવાનો દર ૬૭ મહિનાના સૌથી નીચલા સ્‍તરે પહોંચી ગયો. તે જ સમયે, ચોમાસુ પણ સારું રહેવાની અપેક્ષા છે, જેના કારણે કળષિ ક્ષેત્રમાં સારી ઉપજની શકયતા છે. દરમિયાન, આગામી મહિનાઓમાં ફુગાવાનો દર નરમ રહેશે. આ સંકેતો વચ્‍ચે, બેંકે અંદાજ લગાવ્‍યો છે કે દેશમાં માંગ વધારવાના ઉદ્દેશ્‍ય સાથે આગામી મહિનાઓમાં રેપો રેટમાં ઘટાડો ચાલુ રહેશે.

રેપો રેટમાં ઘટાડાથી આ લોકોને ફાયદો થશે

SBIના અંદાજ મુજબ, જો કેન્‍દ્રીય બેંક રેપો રેટ ઘટાડે છે, તો તેનો સીધો ફાયદો તે લોકોને થશે જેમની પાસે પહેલાથી જ હોમ લોન, કાર લોન અથવા અન્‍ય કોઈપણ પ્રકારની લોન છે અથવા જેઓ ભવિષ્‍યમાં લોન લેવાની યોજના બનાવી રહ્યા છે.

રેપો રેટ શું છે?

ધ્‍યાનમાં રાખો કે રેપો રેટ એ દર છે જેના પર રિઝર્વ બેંક દ્વારા વાણિજ્‍યિક બેંકોને લોન આપવામાં આવે છે. જો રિઝર્વ બેંક વાણિજ્‍યિક બેંકોને સસ્‍તા દરે ભંડોળ પૂરું પાડે છે, તો તેની સીધી અસર સામાન્‍ય માણસ પર પડે છે, કારણ કે RBI દર ઘટાડ્‍યા પછી, બેંકો પણ તેમના વ્‍યાજ દર ઘટાડે છે. તાજેતરમાં, RBI એ પણ રેપો રેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી, ત્‍યારબાદ બેંકોએ તેમના વ્‍યાજ દરોમાં ઘટાડો કર્યો છે.(૩૮.૯)

(10:05 AM IST)