News of Thursday, 17th April 2025
હવે PF ખાતામાંથી ઉપાડી શકશો ૫૦૦૦૦૦ રૂપિયા
EPFOના નિયમો બદલાયા

નવી દિલ્હી તા.૧૭: EPFO એ છેલ્લા કેટલાક વર્ષોમાં PF એકાઉન્ટ હોલ્ડર્સની સુવિધા માટે ઘણા પગલાં લીધાં છે, જેમાં એક પગલામાં એડવાન્સ ક્લેમ માટે ઓટો-સેટલમેન્ટ મોડની શરૂઆતનો સમાવેશ થાય છે. ફરી એકવાર ચ્ભ્જ્બ્ કરોડો સભ્યોને મોટી રાહત આપવા જઈ રહ્યું છે. અહેવાલો અનુસાર, કેન્દ્ર PF વિડ્રોલની ઓટો સેટલમેન્ટ મર્યાદા ૧ લાખ રૂપિયાથી વધારીને ૫ લાખ રૂપિયા કરવા જઈ રહ્યું છે.
તાજેતરમાં, કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજેએ લોકસભામાં જણાવ્યું હતું કે ૬૦% થી વધુ એડવાન્સ ક્લેમને હવે આ રીતે પ્રોસેસ કરવામાં આવે છે.
સૂત્રોએ જણાવ્યું કે શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ સુમિતા ડાવરાએ ગત અઠવાડિયે શ્રીનગરમાં યોજાયેલી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (CBT) ની ૧૧૩મી બેઠકમાં મર્યાદા વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. મર્યાદામાં આ ફેરફારથી કરોડો મેમ્બર્સને મોટી રાહત મૃશે. આ ભલામણ હવે મંજૂરી માટે CBT (સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી) પાસે જશે. એટલે કે, આ ભલામણને CBT તરફથી અંતિમ મંજૂરી મૃતાની સાથે જ EPFO સભ્યો શિક્ષણ, લગ્ન, ઘર અને સારવાર માટે તેમના PF ખાતામાંથી ૫ લાખ રૂપિયા સુધી ઉપાડી શકશે.
EPFO એક નવી સિસ્ટમ શરૂ કરવા માટે તૈયાર છે, હકીકતમાં ટૂંક સમયમાં UPI દ્વારા PF ઉપાડ શકય બનશે. ગત અઠવાડિયે, ડાવરાએ સંકેત આપ્યો હતો કે મંત્રાલયે NPCI ની ભલામણને મંજૂરી આપી દીધી છે. આ વર્ષે મે અથવા જૂનના અંત સુધીમાં, સભ્યો UPI અને ATM દ્વારા PF ના પૈસા ઉપાડી શકશે.(૩૮.૪)
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
