News of Thursday, 17th April 2025
ટાઈમ મેગેઝિનની ૧૦૦ પ્રભાવશાળી લોકોની યાદીમાં કોઈ ભારતીયને સ્થાન નહીં
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્ક સહિત રાજકારણ, મનોરંજન, વિજ્ઞાન અને વ્યવસાય ક્ષેત્રની વૈશ્વિક હસ્તીઓનો યાદીમાં સમાવેશ : બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર અને ભારત વિરુુદ્ધ ઝેર ઓકનારા મોહમ્મદ યુનુસને પણ સ્થાન મળ્યુ

ન્યૂયોર્ક તા.૧૭: ટાઈમ મેગેઝિને વર્ષ ૨૦૨૫ ના ૧૦૦ સૌથી પ્રભાવશાળી લોકોની યાદી બહાર પાડી છે. આ વર્ષની યાદીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્ક સહિત રાજકારણ, મનોરંજન, વિજ્ઞાન અને વ્યવસાય ક્ષેત્રની વૈશ્વિક હસ્તીઓનો સમાવેશ થાય છે. આ યાદીમાં સામેલ દરેક વ્યક્તિને છેલ્લા એક વર્ષમાં તેમના નોંધપાત્ર પ્રભાવ અને યોગદાન માટે ઓળખવામાં આવી છે. જોકે, આ વર્ષે યાદીમાં કોઈ ભારતીયનું નામ સામેલ નથી.આ યાદીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્ક જેવી હસ્તીઓની સાથે, બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર અને ભારત વિરુદ્ધ ઝેર ઓકનારા મોહમ્મદ યુનુસને પણ સ્થાન મળ્યું છે. ગયા વર્ષે વિદ્યાર્થી બળવા બાદ શેખ હસીનાની હકાલપટ્ટી બાદ બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર બન્યા બાદ ઝેરી મોહમ્મદ યુનુસને ટાઇમ મેગેઝિનની ૧૦૦ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.
આ વર્ષની યાદીમાં વૈશ્વિક હસ્તીઓ અને રાજકીય દિગ્ગજોનો સમાવેશ થાય છે જેમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, એલોન મસ્ક અને મેક્સીકન રાષ્ટ્રપતિ પદના અગ્રણી દાવેદાર ક્લાઉડિયા શેનબૌમનો સમાવેશ થાય છે. અન્ય વૈશ્વિક પાવરહાઉસમાં જે.ડી. વેન્સ, રોબર્ટ એફ. કેનેડી જુનિયર, કીર સ્ટારમર, ઝેવિયર મિલી, ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસ અને ફ્રેડરિક મર્ઝનો સમાવેશ થાય છે.
ટાઇમના સૌથી પ્રભાવશાળી કવર પર કોણ છે?
૨૦૨૫નો અંક પાંચ આંતરરાષ્ટ્રીય કવર સાથે પ્રકાશિત થયો છે, જેમાં દરેક કવર એક અસાધારણ સન્માનિત વ્યક્તિને દર્શાવે છે. આમાં અભિનેતા અને નિર્માતા ડેમી મૂર, સુપ્રસિદ્ધ કલાકાર અને ઉદ્યોગસાહસિક તાૂપ ડોગ, ભૂતપૂર્વ ટેનિસ ચેમ્પિયનમાંથી ઉદ્યોગપતિ બનેલા સેરેના વિલિયમ્સ, વૈશ્વિક સંગીત આઇકોન એડ શીરન, ગૂગલ ડીપમાઇન્ડના સહ-સ્થાપક અને સીઈઓ ડેમિસ હાસાબીસ, ડુમા બોકો, ટેરેસા રિબેરા, અહેમદ અલ-શારા અને લી જે-મ્યુંગ જેવા ઉભરતા આંતરરાષ્ટ્રીય વ્યક્તિઓનો સમાવેશ થાય છે જેઓ ભૂરાજનીતિ અને નીતિને આકાર આપવામાં તેમના પ્રભાવ માટે પણ જાણીતા છે.
મનોરંજન અને પોપ સંસ્કળતિનું વર્ચસ્વ
૨૦૨૫ ની યાદીમાં મનોરંજન અને પોપ સંસ્કળતિની શક્તિ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે, જેમાં એક ડઝનથી વધુ પ્રખ્યાત કલાકારોનો સમાવેશ થાય છે. આમાં સ્કારલેટ જોહાનસન, ક્રિસ્ટન બેલ, એડ્રિયન બ્રોડી, બ્લેક લાઇવલી, રોઝ (બ્લેકપિંકના), નિકોલ ર્શેઝિંગર, જોન એમ. ચુ, ડેનિયલ ડેડવાઇલર, લોર્ન માઇકલ્સ, ક્રિસ્ટન વિગ, એડમ સ્કોટ અને માઇલ્સ સ્મિથ અને હોઝિયર જેવી ઉભરતી પ્રતિભાઓનો સમાવેશ થાય છે. તે જ સમયે, ડિએગો લુના, ડેનિયલ ડે કિમ, હિરોયુકી સનાદા અને ઈરાની ફિલ્મ નિર્માતા મોહમ્મદ રસૌલોફ જેવા આંતરરાષ્ટ્રીય સિનેમા હસ્તીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા છે.(૩૮.૧૧)
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
