<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની વિધીઓ

 

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

વિધી-૫૭:‘‘તીવ્ર કામનાની મનોદશામાં અનુદ્વિગ્ન રહો''

તમારે કેટલાક પ્રયોગમાંથી ગુજરવું પડશે તમે આ વિધિનો અભિપ્રાય સમજી શકશો. તમે ક્રોધમાં છો અને ક્રોધ તમને પકડી લીધા છે. તમે અસ્‍થાયીરૂપે પાગલ છો, આવેશમાં છો, અવશ છો, તમે હોંશમાં નથી. આ અવસ્‍થામાં અચાનક સ્‍મરણ કરો કે શાંત રહેવું છે. એમ માનો કે તમે કપડા ઉતારી રહ્યા છો, નગ્ન થઇ રહ્યા છો. ભીતર નગ્ન થઇ જાઓ. ક્રોધથી નિર્વસ્‍ત્ર થઇ જાઓ. ક્રોધ તો રહેશે પરંતુ હવે તમારા ભીતર એક બિન્‍દુ છે જે શાંત છે. તમને ખબર હશે કે ક્રોધ પરીધ ઉપર છે,  તાવની જેમ તે ત્‍યાં છે. પરીધ ધ્રુજી રહ્યો છે. પરીધ અશાંત છે પરંતુ તમે તેના દૃષ્‍ટા બની શકો છો અને જો તમે એના દૃષ્‍ટા બની શકયા તો તમે શાંત રહેશો. તમે એના સાક્ષી બની જાઓ અને તમે શાંત થઇ જશો. આ શાંત બિન્‍દુ જ તમારૂ મૂળભૂત મન છે.

કોઇ દર્પણ સામે ઉભા રહો અને પોતાના ક્રોધને પ્રગટ કરો અને એના સાક્ષી બની રહો તેમ એકલા છો એટલે તમે એના ઉપર ધ્‍યાન કરી શકો છો. તમે જે કરવા ઇચ્‍છો તે કરો પરંતુ શૂન્‍યમાં કરો. જો તમે કોઇને મારવા-પીટવા માગો છો તો ખાલી આકાશમાં મારપીટ કરો. જો ક્રોધ કરવા માગો છો તો ક્રોધ કરો. જો બુમો પાડવા માગો છો તો બુમો પાડો. બધું એકલા કરો. એકાંતમાં કરો અને પોતાને  એ કેન્‍દ્ર-બિંદુની જેમ યાદ રાખો કે જે આ બધું નાટક જોઇ રહ્યો છે. ત્‍યારે આ એક સાઇકેડ્રામા - માનસિક નાટક બની જશે અને તમે એના ઉપર હસી શકશો. એ તમારા માટે ગહન રેચન બની જશે અને ના કેવળ તમારો ક્રોધ વિસર્જીત થઇ જશે.પરંતુ તમે એનાથી કોઇ ફાયદો મેળવશો. તમને એક પ્રોૈઢતા પ્રાપ્‍ત થશે. તમે એક વિકાસને પામશો અને હવે તમને ખબર પડશે કે જયારે તમે ક્રોધમાં હતા તો કોઇ કેન્‍દ્ર હતું જે શાંત હતું. હવે આ કેન્‍દ્રમાં વધારે ને વધારે ઉઘાડતા જાઓ અને વાસનાની અવસ્‍થામાં આ કેન્‍દ્રને ઉઘાડવું સહેલું છે.ᅠ

આ વિધિ ઘણી ઉપયોગી થઇ શકે છે અને એનાથી તમને ઘણો લાભ થઇ શકે છે. પરંતુ આ કઠણ હશે કારણ કે જયારે તમે અશાંત હોવ છો તો તમે બધું જ ભૂલી જાવ છો. તમે એ ભુલી જાવ છો કે તમારે ધ્‍યાન કરવાનું છે તો પછી એને આ રીતે પ્રયોગ કરો. જયારે ક્રોધનો કોઇ અનુભવ હોય તેને યાદ કરો જેમાં તમે પાગલ થઇ ગયા હતા. એને ફરીથી યાદ કરો અને ફરીથી એનો અભિનય કરો.

પરંતુ સ્‍મરણ જ મત કરો, એને ફરીથી જીવો. અનુભવને ફરીથી જીવવાનું શરૂ કરો અને મન એને પકડી લેશે. એ બનાવ પાછો ફરીથી આવશે અને તમે એને ફરીથી જીવશો અને એને ફરીથી જીવ તાં શાંત બની શકો.અતીતથી શરૂ કરો. આ સરળ છે કારણે હવે તે નાટક છે. આ વાસ્‍તવિક સ્‍થિતિ નથી અને જો તમે આ કરવામાં સમર્થ થઇ ગયા તો જયારે સાચે જ ક્રોધની સ્‍થિતિ ઉભી થશે ત્‍યારે તમે આને પણ કરી શકશો અને આ દરેક ઇચ્‍છા સાથે કરી શકાય છે દરેક કામના સાથે કરવું જોઇએ.

અતીતના અનુભવોને ફરીથી જીવવા એ મોટા કામનું છે. આપ સર્વેના મનમાં ઘાવ છે, એવા ઘાવ છે જે હજુ તાજા છે. જો તમે એને ફરીથી જીવી લેશો તો તમે નિર્ભાર થઇ જશો. જો તમે તમારા અતીતમાં પાછા વળી શકયા તો તમે તમારા અતીતના ભારથી મુકત થઇ જશો. તમારૂ મન તાજું થઇ જશે.

પોતાના અતીતમાં કોઇ એવા અનુભવનું સ્‍મરણ કરો કે જે તમે જોયેલો અધુરો પડયો છે. તમે કોઇનું ખુન કરવા માગતા હતા, તમે કોઇને પ્રેમ કરવા માગતા હતા, તમે આ કે તે કરવા માગતા હતા પરંતુ તે બધા કામ અધુરા રહી ગયા અને એ અધુરી વાતો તમારા મનના આકાશમાં વાદળની જેમ ઘુમરાતી રહે છે. તે તમને  અને ેતમારા કર્મોને હંમેશા પ્રભાવિત કરતી રહે છે. એ વાદળોને વિસર્જીત કરવા પડશે.

 તો એના સમય માર્ગને પકડીને મનમાં પાછળ વળો અને એ કામનાઓને ફરીથી જીવો કે જે અધુરી રહી ગઇ છે. એ ઘાવોને ફરીથી જીવો જે હજી તાજા છે. તે ઘાવ ભરાઇ જશે અને તેમ સ્‍વસ્‍થ થઇ જશો અને આ પ્રયોગ દ્વારા તમને એક ઝલક મળશે કે કોઇ અશાંત સ્‍થિતિમાં કેવી રીતે શાંત રહેવાય. 

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

- રજનીશના પ્રણામ

(10:52 AM IST)