<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

સગીરની હત્‍યા કરી શબના ટુકડા કર્યાઃ માથું અને અમુક ટુકડા દુકાનમાં દાટનારો મૌલવી પકડાયો

મૌલવીનું શરમજનક કળત્‍ય જોઈ લેનારો સગીર બૂમાબૂમ કરી મૂકશે એ ડરથી તેને પતાવી નાખ્‍યો

મુંબઈ તા.૧૭: ભિવંડીમાં બનેલી આંચકાજનક ઘટનામાં શરમજનક કળત્‍ય જોઈ લેનારા ૧૭ વર્ષના સગીરની હત્‍યા કરી મૌલવીએ તેના શરીરના ટુકડા કર્યા હતા. અમુક ટુકડા કચરામાં ફેંકયા હતા, જ્‍યારે માથુ અને શરીરના કેટલાક ભાગ મૌલવીએ તેની દુકાનમાં જ દાટી દીધા હતા. આરોપી આસામથી પકડાયા પછી પાંચ વર્ષ અગાઉના આ ભયાનક હત્‍યાકાંડનો પર્દાફાશ થયો હતો.

થાણે ક્રાઈમ બ્રાન્‍ચના પ્રોપર્ટી સેલના સિનિયર ઈન્‍સ્‍પેક્‍ટર ગોરખનાથ ઘાર્ગેની ટીમે પકડી પાડેલા આરોપીની ઓળખ ગુલામ રબ્‍બાની શેખ તરીકે થઈ હતી. ભિવંડીમાં નવી બસ્‍તી ખાતેના નેહરુ નગર પરિસરમાં કરિયાણાની દુકાન ધરાવતો શેખ મસ્‍જિદમાં બાંગ પોકારવાનું કામ કરતો. મૌલાના તરીકે ઓળખાતો શેખ લોકોનાં દુઃખ-દર્દમાં સલાહ આપી તેનું નિરાકરણ કરવાનું કાર્ય પણ કરતો.

પોલીસના જણાવ્‍યા મુજબ નેહરુ નગરમાં જ રહેતો ૧૭ વર્ષનો શોએબ શેખ ૨૦ નવેમ્‍બર, ૨૦૨૦ના રોજ એકાએક ગુમ થઈ ગયો હતો. ભિવંડી શહેર પોલીસે આ -કરણે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ત્રણ વર્ષ વીત્‍યાં છતાં પોલીસ શોએબને શોધી શકી નહોતી. આખરે ૨૦૨૩માં સ્‍થાનિક રહેવાસીઓ પાસેથી મળેલી માહિતીને આધારે શોએબની હત્‍યા થઈ હોવાની અને તેમાં ગુલામ શેખની સંડોવણીની શંકા વ્‍યક્‍ત કરાઈ હતી.

કહેવાય છે તે સમયે શેખને તાબામાં લઈ પૂછપરછ માટે પોલીસ સ્‍ટેશને લાવવામાં આવ્‍યો હતો, પરંતુ તે સમયે રહેવાસીઓએ પોલીસ સ્‍ટેશન બહાર કરેલી ભીડનો લાભ ઉઠાવી આરોપી ત્‍યાંથી રવાના થઈ ગયો હતો. પછી શેખની કોઈ ભાળ ન મળતાં ક્રાઈમ બ્રાન્‍ચ પણ તેની શોધમાં લાગી હતી. શેખ આસામમાં હોવાની માહિતી તાજેતરમાં પોલીસને મળી હતી. માહિતીને આધારે તેને તાબામાં લઈ થાણે લાવવામાં આવ્‍યા પછી પાંચ વર્ષ અગાઉના હત્‍યાકાંડ પરથી પડદો ઊંચકાયો હતો.

પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જાણવા મળ્‍યું હતું કે દુકાનમાં શરમજનક કળત્‍ય કરનારા આરોપીને શોએબે જોઈ લીધો હતો, જેને પગલે આરોપી ડરી ગયો હતો. શોએબ આ વાતની જાણ રહેવાસીઓને કરી દેશે, એવી શકયતાને પગલે આરોપીએ તેની હત્‍યા કરી હતી.

કહેવાય છે કે હત્‍યા બાદ સગીરની લાશ આરોપીએ તેની દુકાનમાં ખાડો ખોદીને દાટી દીધી હતી. થોડા સમય પછી કોહવાયેલા મળતદેહને ખાડામાંથી બહાર કાઢી તેના ટુકડા કર્યા હતા. અમુક ટુકડા કચરામાં ફેંકયા અને બાકીના ટુકડા માથા સાથે ફરી દુકાનમાં દાટી દીધા હતા. પોલીસે દુકાનમાંથી અમુક અવશેષ તાબામાં લઈ તપાસ માટે ફોરેન્‍સિક લૅબમાં મોકલાવી દીધા હોવાનું કહેવાય છે. (૩પ.૪)

(10:54 AM IST)