<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

૬ કલાકમાં ૧.૨૫ લાખ કરોડ રૂપિયા સ્‍વાહાઃ યુએસ માર્કેટમાં ધબડકો

ટેરિફ યુદ્ધ અને યુએસ ફેડરલ રિઝર્વ ચેરમેનના નિવેદનને કારણે અમેરિકન બજારોમાં ભારે ઘટાડો : ૧.૫ ટ્રિલિયન ડોલર (૧૨,૮૨,૪૬,૬૭,૧૩,૫૦,૦૦૦ રૂપિયા)નું માર્કેટ કેપ ધોવાઈ ગયું નાસ્‍ડેક ૩% ઘટયો, જ્‍યારે Nvidia અને AMD ના શેર ૮% ઘટયા.ફેડરલ રિઝર્વના નિવેદનથી બજારના સેન્‍ટિમેન્‍ટ્‍સ પર અસર પડી

મુંબઇ તા.૧૭: સતત ૪ ટ્રેડિંગ સત્રોથી તેજી દર્શાવતા ભારતીય શેરબજારની શરૂઆત આજે થોડી ઘટાડા સાથે થઈ હતી. કારણ કે ગઈકાલે અમેરિકન બજારો ભારે ઘટાડા સાથે બંધ થયા હતા. ગઈકાલે રાત્રે, યુએસ આઈટી ઇન્‍ડેક્‍સ નાસ્‍ડેક ૩ ટકાથી વધુ ઘટયો. આ ઘટાડો ચિપ ઉત્‍પાદક કંપનીઓના પતનને કારણે થયો હતો. ચીન અને અમેરિકા વચ્‍ચેના ટેરિફ યુદ્ધને કારણે આ કંપનીઓને આ ક્ષેત્રને સૌથી વધુ નુકસાન થવાની આશંકા છે. તે જ સમયે, યુએસ ફેડરલ રિઝર્વના નિવેદનથી બજાર પણ ચોંકી ગયું છે. ગઈકાલે યુએસ બજારોમાં ઘટાડાને કારણે, ઼૧.૫ ટ્રિલિયન (રૂ. ૧૨,૮૨,૪૬,૬૭,૧૩,૫૦,૦૦૦) નું માર્કેટ કેપ ધોવાઈ ગયું.

યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે જણાવ્‍યું હતું કે યુએસ આર્થિક વળદ્ધિ ધીમી પડી રહી હોય તેવું લાગે છે. ટેરિફ ટાળવા માટે આયાત વધી રહી છે, જે GDP અંદાજો પર ભાર મૂકે તેવી શકયતા છે.

બીજી તરફ, યુએસ વાણિજ્‍ય વિભાગે Nvidia ના H૨૦ અને AMD ના AI ચિપ્‍સના ચીનમાં નિકાસ માટે નવા લાઇસન્‍સિંગ નિયમો જારી કર્યા છે. Nvidia એ કહ્યું છે કે પ્રતિબંધો તેના પર ઼૫.૫ બિલિયનનો ખર્ચ લાવી શકે છે. નાસ્‍ડેક ૩ ટકા એટલે કે ૫૧૬ પોઈન્‍ટ ઘટીને બંધ થયો. તે જ સમયે, S&P માં પણ ૨ ટકાથી વધુનો ઘટાડો થયો છે. ડાઉ જોન્‍સ પણ ૧.૫ ટકાથી વધુ ઘટયો.

Nvidia અને AMD ના શેરને સૌથી વધુ ફટકો પડ્‍યો. બંને કંપનીઓના શેરમાં ૮-૮ ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્‍યો. આ ઉપરાંત, ટેક્રોલોજી શેરોમાં, મેટા અને માઇક્રોસોફ્‌ટ બંનેમાં ૨-૨ ટકાનો ઘટાડો થયો. ટેસ્‍લાના ભાવમાં ૩ ટકાથી વધુનો ઘટાડો થયો છે.(૩૮.૧૫)

(11:23 AM IST)