News of Thursday, 17th April 2025
રાધનપુર હાઇવે ઉપર અકસ્માત : પાંચના મોત
હિંમતનગરથી માતાના મઢ જતી બસે રીક્ષાને હડફેટે લેતા અકસ્માત સર્જાયો : રીક્ષાનો કચ્ચરઘાણ

(જયંતીભાઇ ઠક્કર દ્વારા) પાટણ, તા., ૧૭: રાધનપુર હાઇવે ઉપર આજે બપોરે જોરદાર અકસ્માત સર્જાતા પાંચ વ્યકિતના મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે. હિંમતનગરથી માતાના મઢ જતી એસટી બસે રીક્ષાને હડફેટે લેતા રીક્ષાનો કચ્ચરઘાણ થઇ ગયો હતો અને ઘટના સ્થળે જ પાંચના મોત થતા અરેરાટી વ્યાપી છે.
રાજ્યમાં ફરી એકવાર મોટો ગોઝારો અકસ્માત થયો છે. પાટણ જિલ્લાના સમી હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હાઇવે પર એસટી બસ તેમજ રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં પાંચ લોકોનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, પાટણ જિલ્લાના સમી હાઈવે પર ગોઝારો અકસ્માત થયો છે. હિંમતનગરથી માતાનો મઢ જતી એસટી બસે રીક્ષા ચાલકને અડફેટે લેતા રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેના કારણે રીક્ષામા સવાર ૫ લોકોના કરૂણ મોત નિપજ્યા છે. આ ગંભીર અકસ્માત સમીના વચ્છરાજ હોટલ નજીક સર્જાયો હતો. (૪.૨૪)
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
